ઉત્તર પ્રદેશના બનારસમાં ટેટૂ બનાવ્યા બાદ 12 લોકો HIV પોઝિટિવ આવ્યા છે.
ઉત્તર પ્રદેશના બનારસમાં ટેટૂ બનાવ્યા બાદ 12 લોકો HIV પોઝિટિવ આવ્યા છે. બે મહિનામાં હોસ્પિટલમાં થયેલી તપાસમાં 10 છોકરાઓ અને બે છોકરીઓ એચઆઈવીથી સંક્રમિત મળી આવ્યા છે. ટેટૂ બનાવાથી મોટી સંખ્યામાં HIV સંક્રમિતની પુષ્ટિ થતાં હડકંપ મચ્યો છે. સંક્રમિત દર્દીઓની તપાસ છેલ્લા બે મહિનામાં પંડિત દીન દયાલ જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી હતી. હવે 12 લોકો HIV થી સંક્રમિત થયા છે. હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા અનુસાર તમામમાં સંક્રમણનું કારણ ટેટૂ બનાવાથી સંક્રમિત નિડલનો ઉપયોગ કરવાનું છે. આ જાણકારી એન્ટ્રી રેટ્રો વાયપલ ટ્રીટમેંટ સેન્ટરના ડોક્ટર તરફથી આપવામાં આવી છે.
- Advertisement -
શરીરમાં તાવ અને નબળાઈઓ દેખાવા લાગી
ડોક્ટરના જણાવ્યા અનુસાર સંક્રમિત તમામ લોકોએ હાલમાં જ ટેટૂ બનાવ્યા હતા. જે બાદ તમામ લોકોને તાવ અને સાથે સાથે શરીરમાં નબળાઈઓ જોવા મળી હતી. જ્યારે તમામની તપાસ કરવામાં આવી તો, તેમના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે, તમામ સંક્રમિત લોકોએ કોઈ ફેરિયાવાળા અથવા તો મેળામાં ટેટૂ બનાવ્યા હતા. ડોક્ટરનું કહેવુ છે કે, નિડલ સંક્રમિત હોવાના કારણે તમામ HIVથી સંક્રમિત થયા છે.
ટેટૂનો શોખ ભારે પડ્યો
- Advertisement -
ટેટૂ બનાવડાવ્યા બાદ આ તમામ લોકોને તાવ અને નબળાઈ આવી ગઈ હતી. દવા લીધા બાદ આ લોકોને કોઈ રાહત મળતી દેખાતી નથી. ધીમે ધીમે તેમના વજન પણ ઘટી રહ્યા છે. જ્યારે તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમના HIV ટેસ્ટ કરવામાં આવ્યા, જે બાદ સંક્રમણની પુષ્ટિ થઈ હતી. 12 લોકો સંક્રમિત થતાં સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો. તેની પાછળનું કારણ સંક્રમિત સોયનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે.