1 થી 15 જુલાઈ દરમિયાન સવાર અને સાંજે બે ટાઇમ સંગીતની તાલીમ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સંગીતના પ્રખર નિષ્ણાંત વોકલ, તબલા તેમજ ઓર્ગનમાં વિશારદ પ્રજ્ઞાચક્ષુ અને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતીના હસ્તે અપાતા બાલશ્રી એવોર્ડ વિજેતા ઉત્તમભાઈ મારૂ દ્વારા કરાઓકે ટ્રેક ઉપર ફિલ્મી ગીતો પદ્ધતિસર ગાતા શિખવા માટે ટ્રેનીંગ ક્લાસ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત કલાસિકલ સંગીત તથા વેસ્ટર્ન સંગીત અને ઓર્ગન પણ શિખવવામાં આવે છે. આ ક્લાસમા, સૂર, તાલ, લય, ભાવ તથા ગીતોની સ્ટેજ ઉપર રજુઆત કરવાની તાલીમ આપવામાં આવે છે.
- Advertisement -
આ માટે 1 થી 15 જુલાઈ સવાર સાંજે 2 બેચ ઓર્ગન, 2 બેચ કરાઓકે ગાયન તેમજ 2 બેચ ક્લાસિકલ ગાયનની તાલીમ એમ 10-10 ની 6 બેચમાં 60 વ્યક્તિને સંગીતની તાલીમ શિબિર તદ્દન નિ:શુલ્ક આપવામાં આવશે. લિમિટેડ સંખ્યા હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ રહેશે, રસ ધરાવતા લોકો એ વિશેષ માહિતી તેમજ શિબિરમાં પ્રવેશ મેળવવા માટે ઉત્તમભાઈ મારૂનો ઉત્તમ સંગીત વિદ્યાલય, 3 સોમનાથ સોસાયટી, રૈયા ટેલિફોન એક્સચેન્જ રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે.