By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    6 minutes ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    18 minutes ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    21 hours ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    23 hours ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    22 hours ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    22 hours ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    22 hours ago
    નેપાળમાં ‘Gen Z’ સરકાર
    22 hours ago
    US-ઇઝરાયલ હુમલામાં ઇરાનના 3000 ઘર તબાહ: 1200નાં મોત
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 minutes ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    23 hours ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્રિષ્ના સ્કૂલના માલિક મહેન્દ્ર ગજેરા સામે વ્યાજખોરીની ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ક્રિષ્ના સ્કૂલના માલિક મહેન્દ્ર ગજેરા સામે વ્યાજખોરીની ફરિયાદ
TALK OF THE TOWNખાસ-ખબરરાજકોટ

ક્રિષ્ના સ્કૂલના માલિક મહેન્દ્ર ગજેરા સામે વ્યાજખોરીની ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2024/01/23 at 4:36 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

અમદાવાદના ઘાટલોડિયાના ખેડૂત પાસેથી જમીન ખરીદી સોદો કેન્સલ કરી તેને વ્યાજે પૈસા આપી ઉઘરાણી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરમાં વ્યાજખોરો ફરી બેફામ બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વ્યાજખોરીની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં જ સૌરાષ્ટ્રના શિક્ષણજગત અને સામાજિક સંસ્થાને શર્મસાર કરતી એક વ્યાજખોરીની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના હેમુગઢવી હોલ પાછળ આવેલી ક્રિષ્ના સ્કૂલ તેમજ ભાવનગર હાઈવે પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક તેમજ સરદારધામના ટ્રસ્ટી સામે ઠગાઈ અને વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના અમીન માર્ગ પર આવેલા નર્મદા પાર્ક પાસે રહેતા મહેશ ઉર્ફે મહેન્દ્ર ગજેરા સામે સામે અમદાવાદના બોપલમાં પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મહેશજી ઠાકોર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર ગજેરા ક્રિષ્ના સ્કૂલના સંચાલક ઉપરાંત સરદારધામના ટ્રસ્ટી છે. અને હાલ તેમના વિરુદ્ધ ઠગાઈ, વ્યાજખોરી સહિતની ફરિયાદ નોંધાયા બાદ તેઓ ગાયબ થઈ ચૂક્યા છે. બોપલ પોલીસ તેમની ધરપકડ માટે રાજકોટ સ્થિત નિવાસસ્થાને પણ પહોંચી હતી પરંતુ તેઓ ત્યાં હાજર મળ્યા નહતા. હાલ મહેન્દ્ર ગજેરા ભૂગર્ભમાં છે.
બનાવની વિગત અનુસાર ખેડૂત મહેશજી ઠાકોર પાસેથી આઠ શખ્સોએ ભેગા મળીને જમીન ખરીદવાનું નક્કી કરી બાદમાં કેન્સલ કરીને ખેડૂત પાસે રૂપિયા પરત માંગ્યા હતા.

- Advertisement -

સરદારધામના ટ્રસ્ટી અને ક્રિષ્ના સ્કૂલના સંચાલક મહેશ ઉર્ફે મેહન્દ્ર ગજેરાએ 4 કરોડ વ્યાજે આપી 9 કરોડ વસૂલ્યા અને ખેડૂતની જમીન પણ બારોબાર વેંચી દીધી!

જમીન કૌભાંડ મામલે અમદાવાદ પોલીસના રાજકોટમાં દરોડા: એકની ધરપકડ

જે બાદ ત્રણ ટકાના વ્યાજે રૂ. 4.10 કરોડ આપીને તેની સામે રૂ. 9.68 કરોડ વસૂલવા માનસિક ટોર્ચર કરીને જમીનના દસ્તાવેજ કરાવી લીધા હતા. આટલું જ નહીં ખેડૂતની જાણ બહાર જમીનના વેચાણ દસ્તાવેજ કરી જમીન બારોબાર અન્યને વેચી નાખીને જમીન પચાવી પાડી હતી તથા પૈસા પણ વસૂલી લીધા હતા. મહેશજી ઠાકોરે મહેન્દ્ર ગજેરાને રૂ. 4.10 કરોડની સામે રૂ. 9.68 કરોડ ચૂકવ્યા હતા. તેમ છતા તેમની જાણ બહાર મહેન્દ્ર ગજેરાએ જમીન બારોબાર વેચાણ દસ્તાવેજ કરીને અસિત પટેલને આપી દીધી હતી. આમ તમામ શખ્સોએ ભેગા મળીને રૂપિયા લઇને જમીન પણ પડાવી લીધી હતી અને રૂપિયા પણ લઈ લીધા હતા. જેથી મહેશજી ઠાકોરએ મહેન્દ્ર ગજેરા, ભૂપેશ પટેલ, વિજય પટેલ, રમેશ પટેલ, સુનિલ પટેલ, સુધીર પટેલ, રાજુ ઠુમ્મર, દિવ્યેશ ડેડકિયા સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા આઠેય વ્યાજખોરો વિરુદ્ધ આઈપીસીની કલમ 465, 467, 468, 471, 120 બી, 40 સી, 42 એ, 42 ડીની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. દરમિયાન એક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

- Advertisement -

વિદ્યાર્થીઓની ફી વ્યાજે ફેરવે છે ગજેરા?
જાણવા મળતી વિગત અનુસાર ક્રિષ્ના સ્કૂલના સંચાલક મહેન્દ્ર ગજેરાના ચાવવાના અને દેખાડવાના બંને દાંત અલગ છે. ઓન પેપર શૈક્ષણિક અને સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા મહેન્દ્ર ગજેરા પડદા પાછળ વ્યાજવટાવ અને જમીન-મકાનનો વ્યવસાય કરે છે. વિદ્યાર્થીઓ પાસેથી આવેલી બેનામી ફીનું રોકાણ મહેન્દ્ર ગજેરા વ્યાજવટાવ અને જમીન-મકાનના ધંધામાં કરે છે. બોપલના મહેશજી ઠાકોર ઉપરાંત અન્ય કેટલાક લોકોને પણ પૈસા વ્યાજે આપી મહેન્દ્ર ગજેરા બેગણું વ્યાજ વસૂલી જમીન પણ પડાવી લેવાનું હોવાનું જાણવા મળે છે.

મહેન્દ્ર ગજેરાનું અસ્સલ નામ મહેશ વલ્લભ ગજેરા!
હાલમાં અમદાવાદના બોપલમાં જેની વિરુદ્ધ ઠગાઈ અને વ્યાજખોરી સહિતના ગુના દાખલ થયા છે તેમાના એક આરોપીમાં રાજકોટના મહેશ ગજેરાનું નામ છે. આ મહેશ ગજેરા એટલે મહેન્દ્ર ગજેરા. સરદારધામમાં ટ્રસ્ટી અને ક્રિષ્ના સ્કૂલમાં સંચાલક રહેલા મહેશ ગજેરા સૌને પોતાની ઓળખ મહેન્દ્ર ગજેરા તરીકે આપે છે. ડબલ નામ અને ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા મહેશ ઉર્ફે મહેન્દ્ર ગજેરાએ તમામ હદ વટાવી નાના માણસનું શોષણ કરવામાં કશું જ બાકી રાખ્યું નથી એવું તેમના જ કેટલાક અંગત લોકોનું મંતવ્ય છે.

મહેન્દ્રના કહેવા પર પૈસા-જમીન પડાવવા રાજુ અને દિવ્યેશ ધમકી આપતા, મહેશજીને માનસિક ટોર્ચર કરતો ગજેરા
મહેશજી ઠાકોર રૂપિયાની જરૂર પડતા રાજકોટમાં મહેન્દ્ર ગજેરાની ઓફિસે ગયા હતા. જેમાં તેને ત્રણ ટકાના વ્યાજે રૂ. 4.10 કરોડ લીધા હતા. બદલામાં સિક્યુરિટી પેટે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. મહેશજીને વ્યાજના ચંગૂલમાં ફસાવી મહેન્દ્ર રૂપિયા તથા વ્યાજની ઉઘરાણી કરવા લાગ્યા હતા તેમજ અવારનવાર ફોન કરીને માનસિક ટોર્ચર કરતા હતા. આ ઉપરાંત મહેન્દ્ર ગજેરાના કહેવાથી જ રાજુ ઠુમ્મર, દિવ્યેશ ડેડકીયા ફોન કરીને મહેશજી ઠાકોરને ધમકી આપતા હતા. ખાસ કરીને ગજેરા માનસિક ટોર્ચર કરતો હતો એવો એફઆઈઆરની નકલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહેન્દ્ર ગજેરાના ત્રાસથી પીડિત મહેશજી પાટીદાર સંસ્થાના શરણે?
મહેશજી ઠાકોર પાસેથી પૈસા અને જમીન પડાવી લેનારા મહેન્દ્ર ગજેરાનો ત્રાસ દિવસેદિવસે વધતો જતો હતો તેથી મહેન્દ્ર ગજેરાથી પીડિત મહેશજી પાટીદાર સંસ્થાના શરણે પહોંચ્યા હતા એવું જાણવા મળે છે. મહેશજીએ પાટીદાર અગ્રણી ગગજીભાઈ સુતારીયા અને પરેશભાઈ ગજેરાને મહેન્દ્ર ગજેરાને સમજાવવા જણાવ્યું હતું પરંતુ અડિયલ મહેન્દ્ર ગજેરાએ કોઈનું માન્યું કે રાખ્યું નહતું. અંતે નાછૂટકે મહેશજી ઠાકોરને મહેન્દ્ર ગજેરા સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી પડી હતી.

You Might Also Like

અક્ષર પાઉંભાજીમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: પનીર અને તેલના 14 નમૂના લેવાયા

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મેટોડા શાખાના મેનેજર સામે 34 લાખની છેતરપિંડીની ફરિયાદ

રાજકોટના મુખ્ય માર્ગો પર જોખમી રીતે સામાન લઇ દોડતાં વાહનો: વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી

નિર્લિપ્ત રાય ગુનાખોરીને કરશે વિલુપ્ત

TAGGED: KrishnaSchool, MahendraGajera, molest, police
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી રોડ પર હડાળાના પાટિયા પાસે વૃજભૂમિ સોસાયટીમાં પારકા ઝઘડામાં પ્રૌઢની હત્યા
Next Article બિહારમાં મોટી રાજકીય હલચલ: CM નીતીશ કુમાર રાજ્યપાલને મળવા પહોંચ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
ગીરના જંગલોમાં કાળઝાળ ગરમી વચ્ચે 600થી વધુ પાણીના પોઇન્ટ્સ તૈયાર
ધ્રાંગધ્રામાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ વિકાસકામોની સમીક્ષા કરી: ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા તાકીદ
ધ્રાંગધ્રામાં 10 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અક્ષર પાઉંભાજીમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: પનીર અને તેલના 14 નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મેટોડા શાખાના મેનેજર સામે 34 લાખની છેતરપિંડીની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટના મુખ્ય માર્ગો પર જોખમી રીતે સામાન લઇ દોડતાં વાહનો: વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?