હજુ ત્રણ આરોપીઓ ફરાર, વીરપુર પોલીસે ચક્રો ગતિમાન કર્યા
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
વીરપુર તાલુકાના થોરાળા ગામે વ્યાજખોરીના અજગરમાં ફસાયેલા ખેડૂત પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. માતાજીના માંડવા માટે લીધેલા ત્રણ લાખના ઉછીના સામે લગભગ બે લાખ આઠ હજાર રૂપિયા પરત ચુકવ્યા બાદ પણ આરોપીએ હજી સાડા ચાર લાખ રૂપિયાનું વ્યાજ બાકી હોવાનું કહી ફરિયાદીની કાર પાડી લીધી હતી. બાદમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા આઠ જેટલા શખ્સો હથિયાર સાથે ફરિયાદીના વાડીએ ઘૂસી તોડફોડ કરી, પત્ની પર પણ હુમલો કર્યો હતો.
- Advertisement -
ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપી જયદીપ મેવાડા અને તેના સાથીદારો વારંવાર ધમકી આપતા હતા. 17 સપ્ટેમ્બરના રોજ સાંજે જયદીપ સહિતના આરોપીઓ સફેદ કારમાં આવી કોદાળી-ધોકા વડે ઘરમાં તોડફોડ કરી હતી. ફરિયાદીને બચાવવા આવી તેની પત્ની અવની પર પણ ઘોઠા વડે હુમલો કર્યો હતો. બાદમાં પીડિતે પોલીસને જાણ કરતાં આરોપીઓ સ્વિફ્ટ કારમાં ફરાર થઈ ગયા હતા.
વીરપુર પોલીસે પાંચને પકડી પાડ્યા, ત્રણ હજુ ફરારઆ બનાવ અંગે વીરપુર પોલીસે વ્યાજખોરી અધિનિયમ, તોડફોડ, મારામારી, ધાક-ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઝડપભેર પગલાં લઈ પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે.
જ્યારે ઋત્વિક મેવાડા, જયરાજ માંજરીયા અને ફુલદીપ ધાધલ હજુ ફરાર છે. પોલીસ તેમને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
અટક કરાયેલા આરોપીઓ:
જયદીપ દાનાભાઈ મેવાડા
યુવરાજ ગભરુભાઈ ખુમાણ
કુલદીપ સુરેશભાઈ મકવાણા
વિવેક દિલીપભાઈ ખાચર
રવુભાઈ સોમલાભાઈ બોરીયા
- Advertisement -