આ વર્ષે એપ્રિલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, તેમના પત્ની ઉષા વાન્સ અને તેમના બાળકો, ઇવાન, વિવેક અને મીરાબેલ સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા.
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સના ભારતીય મૂળના પત્ની ઉષા વેન્સે ભારત-અમેરિકા સંબંધોને તેમના માટે ખૂબ જ અંગત ગણાવ્યા. વોશિંગ્ટનમાં અમેરિકા-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) લીડરશીપ સમિટના આઠમા સંસ્કરણમાં વાતચીત દરમિયાન ઉષા વેન્સે કહ્યું ‘બંને દેશો વચ્ચે ખૂબ જ અંગત સંબંધ છે, કારણ કે મારા પરિવારના સભ્યો ભારતમાં રહે છે અને મારા પરિવારના ઘણાં સભ્યો પણ અમેરિકામાં રહે છે. હું ભારતની મુલાકાત લઈને અને મારા પરિવારના સભ્યોને મળીને મોટી થઈ છું.’
- Advertisement -
ઉષા વેન્સ પીએમ મોદી વિશે શું કહ્યું…
ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેડી વેન્સ અને તેમના પરિવારને તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર આમંત્રણ આપ્યું હતું. મુલાકાત અંગે ઉષા વેન્સે કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું ખરેખર ખૂબ જ ખાસ હતું. મારા બાળકોએ તેમને જોયા, તેમણે દાઢી અને સફેદ વાળવાળા એક ભારતીય વ્યક્તિને જોયો અને તરત જ પીએમ મોદીને દાદા માની લીધા હતી. મારા બાળખો તેમનાથી ખૂબ પ્રભાવિત થયા છે; તેઓ તેમને ખૂબ પ્રેમ કરે છે, અને તેમણે ખરેખર અમારા 5 વર્ષના બાળક સાથેની મિત્રતાને તે દિવસે જન્મદિવસની ભેટ આપીને મજબૂત બનાવી. જ્યારે અમે તેમના ઘરે ગયા, ત્યારે મારા બાળકો ફક્ત દોડતા રહ્યા, તેઓ પીએમને ગળે લગાવી રહ્યા હતા. વડાપ્રધાન બાળકો પ્રત્યે અતિ દયાળુ અને ઉદાર હતા.’
ઉષા વેન્સે કહ્યું કે,’સ્વાભાવિક રીતે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં ક્યારેક ઉતાર-ચઢાવ આવતો રહ્યો છે. પરંતુ હાલમાં, મને લાગે છે કે, આગામી ચાર વર્ષોમાં અને ભવિષ્યમાં, અહીં ભારતીય-અમેરિકન વસ્તી સ્થાપિત થઈ ગઈ છે અને ભારતમાં ઘણાં લોકો છે જે યુએસને જાણે છે અને અહીંના લોકોને જાણે છે, જેઓ મહાન કાર્ય કરી રહ્યા છે, જેમની પાસે મહાન તકો છે.’
- Advertisement -