અમેરિકામાં ફાયરીંગના કેસો સતત વધી રહ્યા છે. એક વાર ફરીથી અમેરિકામાં ગોળીબારી થઇ છે. આ વખતે ઇન્ડિયાના વિસ્તારના ગૈરી એક નાઇટ ક્લબમાં ફાયરીંગ થયું છે. આ ઘટનામાં 2 લોકોની મૃત્યુ થઇ છે અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર છે. અધિકારીઓએ પીડિતોના નામ કે તમના વિશેની જાણકારી આપી નથી. હજુ સુધી ફાયરીંગ કયા કારણોસર કરવામાં આવ્યું તે જાણી શકાયું નથી. અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અલગ-અલગ સ્થળઓ પર ખુલ્લેઆમ ફાયરીંગ થઇ રહ્યું છે.
- Advertisement -
2 લોકોની મૃત્યુ, 4 ઇજાગ્રસ્ત
દક્ષિણપૂર્વી શિકાગોના પાસ ગૈરી વિસ્તારમાં આવેલા ઇન્ડિયાના ક્લબમાં રવિવિરના ફાયરીમગની ઘટના સામે આવી હીત. પોલીસના જણાવ્યા અનુસાર, ક્લબમાં એન્ટ્રી કરતા જ 2 લોકો બેભાન અવસ્થામાં મળ્યા હતા. બંન્ને પર ફાયરીંગ થયું હતુ. જેમાં એક 34 વર્ષના વ્યક્તિ અને બીજા 26 વર્ષની મહિલા હતી. બંન્નેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
ગન કલ્ચર અને ફાયરીંગને લઇને ચિંતામાં
ગન કલ્ચર અને ફાયરીંગની ઘટનાને લઇને અમેરિકાન સરકાર ઘણી ચિંતામાં છે. છેલ્લા કેટલાક દિવસો પહેલા સ્કૂલમાં ગોળીબારીની પછી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હૈરિસએ ગન ક્લચર પર અંકુશ લગાવવા માટે ભાર મૂક્યો છે.