અમેરિકાની રાષ્ટ્રપતિની ચુંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ભારતીય મૂળની નિક્કી હેલીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, જો તેઓ સત્તામાં આવશે તો પાકિસ્તાન જેવા ખરાબ દેશોને અમે લાખો ડોલર નહીં આપીએ.
સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત રહેલા હેલીએ કહ્યું કે, અમેરિકા જ ખરાબ લોકોની આર્થિક મદદ કરે છે. અમેરિકાએ ગયા વર્ષ પાકિસ્તાન, ઇરાક અને ઝિમ્બાબ્વેને લાખો ડોલર આપ્યા છે. સશક્ત અમેરિકા અ કંઇ દુનિયાભરના દેશો માટે ATM નથી.
- Advertisement -
હેલીએ ટ્વિટ કરતા કહ્યું કે, અમેરિકા દુનિયાનું એટીએમ બની શકે નહીં. રાષ્ટ્રપતિના રૂપમાં અમે આ સુનિશ્ચિત કરીએ કે, અમારી વિદેશ નીતિ સાચી છે તે, અમારી યોજના અમારા દુશ્મનોને પૈસા મોકલવા માટે બંધાયેલા નથી.
સાઉથ કૈરોલિનાથી બે વાર ગર્વનર રહી ચુકેલી હેલીએ કહ્યું કે, અમે આ દેશોને આપવામાં આવતા એખ-એક પૈસાને રોકી દેશું, જે અમને નફરત કરે છે. સશક્ત અમેરિકા ખરાબ લોકોને પૈસા આફતા નથી. ગૌરવાન્વિત અમેરિકા અમારા લોકોની ખૂનની કમાણી છે, જેને વેડફવા માંગતા નથી. ફક્ત આ નેતા અમારો વિશ્વાસ જીતી શકે છે, જે અમારા દુશ્મનોની સામે ઉભા રહી અને દોસ્તોની સાથે ઉભા રહી શકીએ.
અમેરિકાએ વિદેશી સહાયતાના નામે ગયા વર્ષ 46 અબજ ડોલર ખર્ચો કર્યો, જે ચીન, પાકિસ્તાન અને ઇરાક જેવા દેશોને આપવામાં આવ્યા. અમેરિકા ટેક્સપેયર જાણવા માંગે છે કે, તેઓને પૈસા ક્યાં જઇ રહ્યા છે અને તેમનો કઇ રીતે ઉપયોગ થઇ રહ્યો છે.
- Advertisement -
બાઇડેન સરકારે પાકિસ્તાન માટે સૈન્ય સહાયતા હાલ આપી છે જેથી પાકિસ્તાન ડઝનબંધથી વધારે પાકિસ્તાની સંગઠનોને આશરો આપી શકે. જ્યારે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત હતા, તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમેપએ પાકિસ્તાનને લગભગ બે અરબ ડોલરની સૈન્ય સહાયમાં ઘટાડો કર્યો હતો. નિક્કી આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. પાકિસ્તાન આ આથંકીઓનું સમર્થન કરતા હતા, જે અમેરિકાના સૈનિકોની મૃત્યુના કારણ બન્યા હતા.