ભારત-અમેરિકા વચ્ચે 2500 લાખ કરોડના માર્કેટના દ્વાર આજથી ખૂલ્યા
ભારતના કૃષિ-ડેરી ક્ષેત્રને સુરક્ષિત રાખવામાં સફળતા: દેશના રોજગારલક્ષી-ખજખઊ સહિતના ઉદ્યોગો માટે યુરોપ બાદ અમેરિકી બજારોમાં મોટી તક
- Advertisement -
ભારત-અમેરિકાના વ્યાપાર કરારનું વચગાળાનું સંયુક્ત નિવેદન જાહેર: અમેરિકા પાસેથી પાંચ વર્ષમાં 500 અબજ ડોલરની આયાત કરશે ભારત: 50%ના બદલે હવે માત્ર 18% રેસિપ્રોકલ ટેરિફ અમલી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
વૈશ્ર્વિક અર્થતંત્રના માળખે ભારતે એક એવી ‘માસ્ટરસ્ટ્રોક’ ગેમ રમી છે કે ડ્રેગન (ચીન) જોતું જ રહી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સીધી વાતચીત બાદ ભારત અને અમેરિકા વચ્ચે 30 ટ્રિલિયન (આશરે ₹2500 લાખ કરોડ)ના માર્કેટનું દ્વાર ખોલતો ઐતિહાસિક ટ્રેડ કરાર ફાઈનલ થઈ ગયો છે. આ સમજૂતી હેઠળ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ (આયાત ડ્યૂટી) ને 50%થી ઘટાડીને સીધો 18% કરી નાખ્યો છે, જે ચીન સામે ભારતને બજારમાં બમણી મજબૂતી આપશે.
આ ડીલ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં સૌથી મોટું પગલું છે. જ્યારે ચીન પર અમેરિકા દ્વારા આકરા પ્રતિબંધો મુકાઈ રહ્યા છે, ત્યારે ભારતે કુનેહપૂર્વક રશિયા પાસેથી તેલ ખરીદવાની શરતોમાં ફેરફાર કરીને અમેરિકા સાથે 500 અબજના વેપારનું નવું ફ્રેમવર્ક તૈયાર કરી લીધું છે. આ સમજૂતીથી ભારતના ખેડૂતો, એમએસએમઈ (ખજખઊત) અને ટેક્સટાઈલ જેવાં ક્ષેત્રો માટે અમેરિકાના સમૃદ્ધ બજારમાં એન્ટ્રી લેવી હવે સાવ સરળ બનશે.
- Advertisement -
ભારતે ક્યા અમેરિકી કૃષિ, ડેરી આયાતોને મંજુરી આપી નથી
દેશના કૃષી, ડેરી ક્ષેત્રનું હીત જાળવવા સરકારે અગાઉ જે રીતે અમેરિકી કે અન્ય દેશોની આયાત નહી થવા દેવાનું વલણ નિશ્ર્ચિત કરશે તે આ કરારમાં પણ યથાવત જ રાખે છે. ભારત મકાઈ, ઘઉં, ચોખા, સોયા, પોલ્ટ્રી, દૂધ, પનીર, ઈથોનલ (ઈંધણ), તંબાકુ, કેટલાક શાકભાજી અને માંસની આયાત થવા દેશે નહી.
અમેરિકા ભારત પાસેથી શું અને કઈ રીતે આયાત કરશે?
અમેરિકામાં 500 અબજ ડોલરનો નિકાસ ભારતમાં પાંચ વર્ષમાં કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે તેની સામે ભારત 30 ટ્રીલીયન ડોલરનો સામાન મોકલે છે. અમેરિકા ભારતીય ઉત્પાદકોની પાસેથી ટેક્ષટાઈલ, કપડા, ચામડા અને તેના ઉત્પાદનો, ફુટવેર પ્લાસ્ટીક રબ્બરના ઉત્પાદનો, ઓર્ગેનીક કેમીકલ, હોમ ડેકોર, ઝીરો અથવા શુન્ય કે નહીવત ટેરીફથી ખરીદશે અને હસ્તશિલ્પ આઈટેમો પણ આ જ પ્રકારે આયાત કરશે. જયારે ઓટો, એરક્રાફટ પાર્ટસમાં કવોટા મુજબ ડયુટી નિશ્ર્ચિત થશે. જેનરીક ફાર્મા પર હાલ વાતચીત ચાલું છે.



