હુથી સમુદ્રમાંથી પસાર થતા અમેરિકાના જહાજો પર કરે છે હુમલા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.02
- Advertisement -
અમેરિકી દળોએ યુદ્ધગ્રસ્ત અમનના હુથી વિદ્રોહીઓના કબ્જા નીચેનાં ક્ષેત્રમાં એક ડ્રોન વિમાનનો નાશ કર્યો હતો. તેમજ રાતા સમુદ્રમાં રહેલા મહત્વના જળમાર્ગ ઉપર પણ એક ડ્રોન વિમાનનો નાશ કર્યો હતો. આ માહિતી આપતા અમેરિકાની સેનાએ જણાવ્યું હતું કે ઈરાન સમર્પિત વિદ્રોહીઓ અને અમેરિકા વચ્ચે મહિનાઓથી વધતી રહેલી તંગદિલી વચ્ચે આ તાજી ઘટના બની છે.હુથી વિદ્રોહીઓએ રાતા સમુદ્રમાંથી ઈઝરાયલ તરફ જ્યાં તમામ જહાજોને નિશાન બનાવવાની ચેતવણી આપી હતી.આ અંગે અમેરિકાના ’સેન્ટ્રલ-કમાન્ડે’ (સેન્ટ-કોમે) રવિવારે જ જણાવી દીધું હતું કે શનિવારે સવારે નાશ કરેલા ડ્રોન વિમાનો વાસ્તવમાં અમેરિકા અને તેના સાથી રાષ્ટ્રોના જહાજો ઉપરાંત અન્ય વ્યાપારી જહાજોની સુરક્ષા માટે આમ કરવું અનિવાર્ય હતું.જોકે આ ઘટના અંગે હુથી વિદ્રોહીઓ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. વિદ્રોહીઓનો યમનના ઉત્તર અને પશ્ર્ચિમના વિસ્તારો ઉપર નિયંત્રણ છે. પહેલી જ વખત તે નથી બન્યું કે જ્યારે અમેરિકાએ આવી કાર્યવાહી કરી હોય. આ પૂર્વે 27 માર્ચે પણ યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડે યમનમાં હુથી વિદ્રોહીઓ દ્વારા લોન્ચ કરાયેલી 4 લાંબા અંતરની મિસાઈલ્સ નષ્ટ કરી દીધી હતી. તે પહેલા નવેમ્બર 2023 માં હુથીઓએ હમાસ વિરૂૂદ્ધમાં ઈઝરાયલ યુધ્ધ દરમિયાન, રાતા સમુદ્રમાં ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા.