– તપાસ સમિતિ દ્વારા કેપિટોલ હિલના રમખાણો માટે ટ્રમ્પ સામે ફોજદારી આરોપોની ભલામણ કરવામાં આવી
યુએસ કેપિટોલ એટલેકે સંસદ પર હુમલાના મામલામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી શકે છે. સમિતિએ જસ્ટિસ ડીપાર્ટમેન્ટને ટ્રમ્પને બળવો ભડકાવવા ,સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ ,યુએસ સરકારને છેતરવા અને ખોટા નિવેદનો આપ્યાના આરોપોની ભલામણ કરી છે. સમિતિના પ્રતિનિધિએ કહ્યું , ‘સમિતિને પૂરતા પુરાવા મળ્યા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપણાં બંધારણ હેઠળ સત્તાના સંક્રમણમાં અવરોધ ઊભો કરવા માંગે છે .’
- Advertisement -
2020 ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની હાર બાદ કથિત ટોળાએ રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કેપિટોલ હિલ પર હુમલો કર્યો હતો અને તેમાં એક વ્યક્તિ મૃત્યુ પામી હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
જ્યારે સામે ટ્રમ્પે ધારાસભ્યો પર તેમની સામે ‘બનાવટી આરોપો’ ની ભલામણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે આ પ્રયાસને તેમને અને રિપબ્લિકન પાર્ટીને સાઇડલાઇન કરવાનો પક્ષપાતી પ્રયાસ ગણાવ્યો છે.