અમેરિકી વાયુસેનાના નિર્ણય બાદ ભારતીય અધિકારીઓએ કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે
યુએસ સેનાએ તેના તમામ ચિનૂક હેલિકોપ્ટરની ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે. વિગતો મુજબ ચિનૂક હેલિકોપ્ટરના એન્જિનમાં આગ લાગવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ તરફ આપણા દેશમાં વાયુસેના હજુ પણ ભારતમાં આ CH-47 હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે. વાયુસેનાએ અમેરિકાના પ્રતિબંધોને લઈને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. અમેરિકી વાયુસેનાના નિર્ણય બાદ ભારતીય અધિકારીઓએ કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
- Advertisement -
Indian Air Force Chinook helicopter fleet is still operational. India has sought details of the reasons which have led to the grounding of the entire fleet of US Army’s Chinook CH-47 helicopters because of a risk of engine fires: Government officials
(File photo) pic.twitter.com/oUmEkOriab
— ANI (@ANI) August 31, 2022
- Advertisement -
યુએસ આર્મીના મટિરિયલ કમાન્ડે 70 થી વધુ હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરીને તેના કાફલાની ઉડાન રોકવાનો નિર્ણય લીધો છે. સમગ્ર મામલે સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, આ હેલિકોપ્ટરના એન્જિનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ઘટનાઓમાં કોઈને ઈજા કે મૃત્યુ થયું નથી. આ હેલિકોપ્ટરનો ઉપયોગ સામાન્ય રીતે લશ્કરી સાધનોના પરિવહન અને રાહત અને બચાવ કામગીરીમાં થાય છે. ચિનૂક હેલિકોપ્ટરનું ગ્રાઉન્ડિંગ યુએસ સૈનિકો માટે પરિવહન પડકારો પેદા કરી શકે છે. જોકે તે સસ્પેન્શન ઓર્ડર કેટલા સમય સુધી અમલમાં રહે છે તેના પર નિર્ભર છે.
સમગ્ર મામલે વોલ સ્ટ્રીટ જર્નલે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડિંગ ઓર્ડર અમલમાં આવી ગયો છે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે, અમેરિકી સેનાના કાફલામાં લગભગ 400 હેલિકોપ્ટર છે. અમેરિકી સેનાના પ્રવક્તાએ કહ્યું કે, સૈનિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે એ સુનિશ્ચિત કરીશું કે, અમારા એરક્રાફ્ટ અથવા હેલિકોપ્ટર સુરક્ષિત અને ઉડવા યોગ્ય રહે. ચિનૂક સેના માટે ખૂબ જ ઉપયોગી હેલિકોપ્ટર છે. તેનો ઉપયોગ સેના દ્વારા નિયમિત અને ખાસ પ્રસંગોએ કરવામાં આવે છે. તે ચાર ડઝનથી વધુ સૈનિકો અથવા કાર્ગો લઈ જઈ શકે છે. છેલ્લા છ દાયકાથી તે સેનાનો મોટો મદદગાર રહ્યો છે. તેનું નિર્માણ એરોસ્પેસ કંપની બોઈંગ દ્વારા કરવામાં આવ્યું છે.