ઉર્વશીએ જાતે જ જાહેરાત કરી દીધી: સોશિયલ મીડિયા પર કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેવામાં માહેર ઉર્વશીની જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
ઉર્વશીએ પોતાને વિશ્ર્વની મોસ્ટ એલિજિબલ બેચલરેટનો એવોર્ડ મળ્યો હોવાની જાહેરાત કરી છે. તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. ઉર્વશીએ પોતાને આ એવોર્ડ આપનારા આયોજકોનો આભાર માન્યો હતો. વર્ષ 2015માં મિસ યુનિવર્સ પેજન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલી ઉર્વશી એ પછી અનેક બ્યૂટી ટાઈટલ જીતતી રહી છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે.
- Advertisement -
જોેકે, ઉર્વશી બોલીવૂડમાં ખાસ સફળતા મેળવી શકી નથી. તે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેવામાં માહેર છે અને સોશિયલ મીડિયા પર તેને બહુ મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે. છેલ્લા કેટલાક સમયથી તે ક્રિકેટર ઋષભ પંત સાથે અફેરના દાવાના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં ઉર્વશીએ પોતે પરવીન બાબીની બાયોપિકમાં કામ કરી રહી હોવાનો દાવો કર્યો હતો પરંતુ બાદમાં આ વાત ખોટી સાબિત થઈ હતી.