બિલ્ડિંગ વ્યવસાયની અનેક સમસ્યાઓનો વ્યવહારું ઉકેલ સૂચવતાં મયુરધ્વજસિંહ
માધાપર ટીપી સ્કીમ તાત્કાલિક એપ્રુવ કરવા JMJ ગ્રૂપનાં મયુરધ્વજસિંહ જાડેજા
- Advertisement -
શહેરના બ્યુટિફિકેશનમાં બિલ્ડરોની ભૂમિકા મહત્ત્વની, 5 વર્ષ રિયલ એસ્ટેટ માટે મહત્ત્વના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ શહેરના વિકાસનો મુખ્ય આધાર તેના ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ પર નિર્ભર છે, એટલે કે શહેરના બ્યુટીફિકેશન માટે નવા રોડ, રસ્તા, ફ્લાય ઓવરબ્રિજ, હાઈરાઈઝ રહેણાંક બિલ્ડિંગો, કોમર્શિયલ પ્લોટ્સ, વ્યાવસાયિક ઉપયોગમાં લેવાતી અને આકર્ષક ઈમારતો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.
આ દરેક કાર્યમાં શહેરના બિલ્ડરોનું બહુ મોટું યોગદાન હોય છે ત્યારે શહેરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના કામને બિરદાવવા અને તેને એવોર્ડસ આપી સન્માનિત કરવા માટે ‘રિયલ
આઈકોન કોન્કલેવ એન્ડ એવોર્ડસ 2025’નું તા. 10 ફેબ્રુઆરીના રોજ રાજકોટના ફોનિક્સ રિસોર્ટ ખાતે કર્યું હતું. અહીં શહેરના જાણીતા બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણીતા ઉદ્યોગપતિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે VYOના શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે અદ્ભુત આશીર્વચન પાઠવ્યા હતા તેમજ હિંદુ સંસ્કૃત સંબંધિત ખૂબ સુંદર વાતો કરી હતી તેમજ આ કોન્કલેવના તમામ એવોર્ડસ તેમના હસ્તે અર્પણ કરાયા હતા. કાર્યક્રમના અંતમાં સુરૂચિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન પાછળ જહેમત ઉઠાવી હતી અને જે કોઈએ પોતાનો કિંમતી સમય આપી હાજરી આપી એ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં બિલ્ડરો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. ખાસ ટીપીમાં 11માં બિલ્ડરોએ મસમોટું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. પરંતુ આ ટીપી ફાઇનલ ન હોવાથી પ્લાન અપ્રુવલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્માર્ટ સીટી ટીપી 32માં લે આઉટ કે પ્લાન મંજુર પણ થતા નથી. પ્લાન મંજુર કરાવવા ઓનલાઇન મુકવા પડે છે જે ઓફલાઈન પ્રક્રિયા કરવામાં આવે તે જરૂરી છે. રૈયા ટીપી 32 સ્માર્ટ સીટી ગઘઉ નથી. તેમજ રૈયા સ્માર્ટનો વિકાસ અટકેલો પડ્યો છે. જે તાત્કાલિક શરુ થવો જોઈએ.
- Advertisement -
JMJ ગ્રુપના મયુરઘ્વજસિંહ સાથે ખાસ વાતચીત
રાજકોટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સંબંધે હાલમાં ઘણા પ્રશ્ર્નો સામે બિલ્ડર લોબી ઝઝુમી રહી છે. જેમાં સીટીમાં પ્લાન બની ગયા બાદ કંપ્લીશન નથી આવતા અથવા તો કંપ્લીશન આવવામાં ઘણો સમય લાગી રહ્યો છે. સાથે જ નવો પ્લાન પાસ કરાવામાં પણ ઘણી અડચણોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને નાના બિલ્ડરો કે જેઓ 500 થી 1000 વારમાં રાજકોટ સીટીમાં નાના પ્રોજેક્ટો કરી રહ્યા છે, તેઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા બિલ્ડરો પાસે કોઈ પણ પ્રકારની અન્યો સાથેની વિશેષ ઓળખાણ કે લાગવગ પણ હોતી નથી.
પૂર્ણ પ્રોજેકટના કંપ્લીશનનો પ્રશ્ર્ન જટિલ
રાજકોટમાં જે પણ પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયો છે તેના બાદ પણ કંપ્લીશન લેવામાં બિલ્ડરોને ફાંફા પડી જાય છે. આ એક જટિલ અને પેંચીદો પ્રશ્ર્ન બની રહ્યો છે. તેમજ નવા પ્લાનમાં પણ પ્રક્રિયા અતિ જટિલ અને પેંચીદી છે. સાથે જ જે પ્લાન અપ્રુવડ છે તે પ્લાનને છોડાવવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
TP સ્કીમ ઝડપી ફાઈનલ થાય તેના માટે શું કરી શકાય?
આ એક જટિલ પ્રશ્ર્ન છે. કારણ કે બધું તૈયાર થઈ જાય પછી અપ્રુવ થાય છે. એક તો બિલ્ડરે મોટા ફંડનું ઈન્વેસ્ટમેન્ટ પણ કરેલું હોય છે પણ આ બાબતે થોડું મજબૂત સંકલન જરૂરી હોવાનું મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
કોઈપણ પ્લાન ફાઈનલ કેટલો સમયમાં લાગે?
પ્રોસેસ ઘણી સરળ બની રહી છે પરંતુ કંપ્લીશનનો પ્રશ્ર્ન મોટો છે. જેમાં અપ્રુવ પ્લાન કોણ છોડાવશે, સરકારની શું ગાઈડલાઈન આવશે વગેરે, જૂના પ્લાનના પ્રશ્ર્નો હજુ પણ યથાવત છે જેને લઈને નાનો બિલ્ડર ઘણી મુશ્કેલી અનુભવી રહ્યો છે. જો અધવચ્ચે બિલ્ડિંગ અટકે તો મુશ્કેલી ઊભી થઈ જાય છે. તેમ મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.