પીળા રંગની થેલીમાં ‘ભારત યુરિયા’થી વેચાશે ખાતર
હવે દેશભરમાં પીળા રંગની બેગમાં નવા નામથી એટલે કે ‘ભારત યુરિયા’ના નામથી યુરિયા ખાતર મળશે. વડાપ્રધાન મોદીના 17 ઓકટોબરે દિલ્હીમાં યોજાયેલી એગ્રી કોન્કલેવમાં વન નેશન, વન ફર્ટીલાઈઝરના એલાન બાદ હવે યુરિયા ખાતરની બેગ (થેલી)નો રંગ પીળો કરી દેવામાં આવ્યો છે. તેનું નામ પણ ભારત યુરિયા કરી દેવામાં આવ્યું છે.
હવે દેશના બધા ભાગોમાં યુરિયા બેગ આ રંગ અને નામથી મળશે. આ યુરિયા બેગનું વિતરણ પણ શરૂ થઈ ગયું છે. આવતીકાલે કરનારમાં આ યુરિયા બેગ ઉપલબ્ધ થશે.
- Advertisement -
હરિયાણામાં આ નવું યુરિયા પહોંચશે. સૌથી પહેલા કુરુક્ષેત્રની રેક લાગી છે, જે બે-ત્રણ દિ’માં પહોંચી જશે ત્યાંથી કરનાલ અને અન્ય જિલ્લામાં પહોંચાડવામાં આવશે. હરિયાણાના રાજય માર્કેટીંગ વ્યવસ્થાપક (ઈફકો) ડો. પુષ્પેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે પુરા દેશમાં યુરિયા ખાતરને લઈને એકરૂપતા રહેશે. ખેડૂતોને હંમેશા બ્રાન્ડને લઈને શંકા રહેતી હોય છે.
હવે બ્રાન્ડ ખતમ થઈ જશે. અત્યાર સુધી દેશમાં વિભિન્ન કંપનીઓ અલગ અલગ રંગની બેગમાં યુરિયાનું વેચાણ કરતી હતી. કારણ કે ખેડૂત પણ કઈ કંપનીનું યુરિયા છે તે રંગથી ઓળખી લેતો હતો. જેમકે ઈફકોના યુરિયાના રંગ સફેદ હતા. કૃભકોની બેગનો રંગ લીલો હતો. હવે બધી કંપનીઓના યુરિયાની બેગમાં રંગ પીળો કરી દેવાયો છે, અને નામ પણ ભારત યુરિયા રાખી દેવાયું છે.