ગુજસીટોકમાં મોટાભાગના આરોપીઓ છૂટીને કાયદો-વ્યવસ્થાની કરી રહ્યા છે ઐસી તૈસી: સીપી કચેરીના લીમડાની કડવાણીની પ્રથા અમલમાં આવશે તો જ લુખ્ખાઓ સુધરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર શહેર પોલીસનો જરાપણ અંકુશ ન હોય તેમ લુખ્ખાઓ બેફામ બન્યા છે દિવાળી પર્વ ટાણે જ ટ્રિપલ મર્ડરનો બનાવ બન્યો હતો તે પછી ગુંડાઓ અને લુખ્ખાઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ગુનેગારો બેલગામ બનતા શહેરીજનોમાં પણ ફફડાટ વયાઓઇ ગયો છે મહત્વની વાત એ છે કે ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં જેલ મુક્ત થઈને ફરી ગુનાઓ આચરતા હોવા છતાં પોલીસ તેની સામે જામીન રદ કરવા સુધીની કોઈ કઠોર કાર્યવાહી કરતી નથી જેના પરિણામ સ્વરૂપે ગુંડાઓને ફાવતું મળી જાય છે રાજકોટના થોરાળા, પ્રનગર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનાઓમાં મોટાભાગના આરોપીઓ જેલમાંથી છૂટીને ફરી ગુનાઓ આચરતા થઇ ગયા છે પોલીસ કમિશનર કચેરીના કડવા લીમડાનો સ્વાદ ચખાડવાની પ્રથા ફરી અમલમાં મુકવામાં આવે તો જ આ લુખ્ખાઓ સુધરશે તે નિશ્ચિત છે.
રાજકોટમાં ભડાકા કરવા, ખુલ્લી છરી-તલવારથી જાહેરમાં હુમલા કરવા, વાહનોમાં તોડફોડ કરવી, દીકરીઓની છેડતી કરવી, પોલીસ સામે પણ મેચ માંગી લેવા જેવી અનેક ઘટનાઓથી શહેર પોલીસની આબરૂનું ધોવાણ થઇ ગયું છે ગુંડાઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઘોળીને પી ગયા હોય તેમ ગુનાઓ આચરી પોલીસ પ્રસાસનને પડકાર ફેંકી રહ્યા છે જેથી લોકો પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યં છે સૌ પ્રથમ થોરાળા પોલીસ સ્ટેશનમાં લાલાની ગેંગ સામે ગુજસીટોક દાખલ થઇ હતી તે પછી ભીસ્તીવાડની ગેંગ સામે પણ ગુજસીટોક પ્રનગરમાં દાખલ થઇ હતી આ ઉપરાંત તાલુકામાં પણ એક ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો પરંતુ ગુજસીટોકના ગુનામાં મોટાભાગના આરોપીઓ છૂટી ગયા છે અને જેલમુક્ત થઇ ફરી ગુનાખોરીના માર્ગે ચડી ગયા છે અગાઉ જેલમુક્ત થયેલા આરોપીઓ ઉપર માર્કર મૂકી તેમની ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવશે તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ એકપણ ગુનેગારો ઉપર પોલીસની કોઈ જ પકડ નથી જેના પરિણામ સ્વરૂપે ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં છૂટીને આરોપીઓ ફરી ગુનાઓ આચરી કાયદાની ઐસી તૈસી કરી રહ્યા છે પોલીસના જરાપણ ભય વિના લુખ્ખાઓ ગુનાખોરીને અંજામ આપી ખાખીને પણ પડકાર ફેંકી રહ્યા છે આવા લુખ્ખાઓને ભોંભીતર કરી દેવા ફરી પોલીસ કમિશ્નર કચેરીના કડવા લીમડાની કડવાણી ચખાડવાઈ પ્રથા શરુ કરવાની તાતી જરૂર ઉભી થઇ છે જો આ પ્રથા ફરી અમલમાં નહિ આવે તો ગુનેગારો પોલીસ સ્ટેશન તો શું પોલીસ કમિશ્નર કચેરીમાં આવીને પણ ગુનાઓ આચરતા નહિ અચકાય.
વરઘોડા નીકળે છે માત્ર લુખ્ખાઓના, વગદાર આરોપીઓની આગતા-સ્વાગતા
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે તે સમયે આરોપીઓના વરઘોડા તો નીકળશે જ તેવું નિવેદન આપ્યા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા આરોપીઓના વરઘોડા કાઢવાની સિસ્ટમ શરુ કરવામાં આવી હતી પરંતુ આ સિસ્ટમ પણ માત્ર લુખ્ખાઓ માટે જ હતી જયારે એકપણ માલેતુજાર અથવા તો વગદાર આરોપીઓના વરઘોડા તો નથી કાઢવામાં આવ્યા ઉલ્ટાની આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે પોલીસની પણ આવી બેધારી નીતિ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.
- Advertisement -
અઠવાડિયામાં છ હત્યા : ગુનાખોરી અટકાવવામાં તંત્ર નિષ્ફ્ળ
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે દિવાળી પર્વ પર માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી તે પછી પ્રનગર પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં પણ હત્યાનો એક -એક બનાવ બન્યો હતો જે પોલીસની નિષ્ફ્ળતા સાબિત કરી રહ્યા છે આ ઉપરાંત અલગ-અલગ જગ્યાએ અનેક ચોરીના બનાવ પણ બન્યા હતા મારામારી, ખુની હુમલાના બનાવથી રાજકોટ લોહીયાળ બન્યું છે મહત્વની બ્રાન્ચોની કામગીરી સામે પણ સવાલ ઉઠયા છે લોહીયાળ ઘટના બનતી અટકાવી શકાય તેવી નક્કર કામગીરી કેમ કરવામાં આવતી નથી.
દિવાળી ટાણે પ્રનગર વિસ્તારમાં થયેલ લૂંટમાં ઘરના જ ઘાતકી હતા છતાં બચાવી લીધા
દિવાળી ટાણે રેસકોર્ષમાંથી વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સંડોવાયેલ અથવા તો ટાર્ગેટ કરાયેલ ટીઆરબી જવાન સહિતની ટોળકીને ઝડપી જેલહવાલે કરવામાં આવી હતી જયારે ઘરના જ ઘાતકી એવા ડી સ્ટાફના બે જવાનોને ક્લીન ચિટ આપી દઈ મામલો રફે દફે કરી નાખવામાં આવ્યો હતો.



 
                                 
                              
        

 
         
        