નડ્ડા બોલ્યા- વડાપ્રધાનના મૃત્યુની કામના કરવી શરમજનક, રાહુલ-સોનિયા માફી માગે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સંસદના શિયાળુ સત્રના 11મા દિવસે સોમવારે ગૃહમાં ભાજપના સાંસદોએ કોંગ્રેસની રેલીમાં ઙખ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચારનો મુદ્દો ઉઠાવ્યો. રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું- ઙખ વિરુદ્ધ આવી વાતો કરવી, તેમના મૃત્યુની કામના કરવી શરમજનક છે.
નડ્ડાએ કહ્યું- આ પ્રકારના નારા કોંગ્રેસની વિચારસરણી અને માનસિકતા દર્શાવે છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સંસદીય દળ (ઈઙઙ)ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સમગ્ર દેશની માફી માગવી જોઈએ. કોંગ્રેસે રાજકારણનું સ્તર એટલું નીચું લાવી દીધું છે કે તે કલ્પના બહાર છે.
લોકસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું- કોંગ્રેસની એક રેલીમાં, સંપૂર્ણ કોંગ્રેસ નેતૃત્વની હાજરીમાં, ઙખ મોદીની કબર ખોદવાના નારા લગાવવામાં આવ્યા. આનાથી વધુ શરમજનક બાબત શું હોઈ શકે કે 140 કરોડ ભારતીયોના નેતા અને વિશ્ર્વના સૌથી પ્રખ્યાત નેતાને કોંગ્રેસ તરફથી આવા નારાનો સામનો કરવો પડી રહ્યો છે.
વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને માફીની માગને લઈને બંને ગૃહોમાં ભારે હોબાળો થયો. બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ ઘોંઘાટને કારણે 10 મિનિટ પણ ચર્ચા થઈ શકી નહીં અને કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી. કાર્યવાહી બપોરે 12 વાગ્યે ફરી શરૂ થઈ, પરંતુ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો. ત્યારબાદ કાર્યવાહીને બપોરે ફરી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા
આખો વિવાદ દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે કોંગ્રેસની ‘વોટ ચોર ગદ્દી છોડ’ રેલી સાથે જોડાયેલો છે. સોશિયલ મીડિયા પર રેલીના વીડિયો વાઇરલ થયા હતા, જેમાં કોંગ્રેસની મહિલા નેતાઓ અને સમર્થકોએ ‘મોદી તેરી કબર ખુદેગી’ના નારા લગાવ્યા હતા. સૂત્રોચ્ચાર કરનારાઓમાં કોંગ્રેસ નેતા મંજુ લતા મીણા પણ સામેલ હતાં. તેઓ જયપુર મહિલા કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ છે. તેમણે કહ્યું કે વોટમાં ગેરરીતિને લઈને જનતામાં ખૂબ ગુસ્સો છે. તેઓ સૂત્રોચ્ચાર દ્વારા વોટ ચોરીને લઈને જનતાના ગુસ્સાને દર્શાવી રહ્યા હતા.



