- આસામના 30 સંગઠનો એકસાથે મળીને સત્યાગ્રહ અને ભૂખ-હડતાળ કરશે
વડાપ્રધાન 8 માર્ચથી આસામની બે દિવસીય પ્રવાસ પર છે, આ દરમ્યાન તેઓ કાઝીરંગા રાષ્ટ્રીય પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેશે, 17મી સદીના અહોમ સેના કમાન્ડર લાચિત બોરફુકનની 125 ફુટની મૂર્તિનો શિલાન્યાસ કરશે અને શિવસાગર મેડિકલ કોલેજની આધારશિલા રાખશે. વડાપ્રધાન મોદીના આ પ્રવાસ દરમ્યાન આસામમાં CAA વિરોધી પ્રદર્શનોની જાહેરત કરી છે.
આસામમાં સીએએની સામે ઓલ અસમ સ્ટૂડેન્ટસ યૂનિયન સહિત 30થી વધારે સમૂહોએ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ASUSના અધ્યક્ષ ઉત્પલ શર્માએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના પ્રવાસ દરમ્યાન 9 માર્ચના બધા જિલ્લામાં 12 કલાકની ભૂખ હડતાળ સહિત આંદોલન કરવામાં આવશે. સીએએની સામે સુપ્રિમ કોર્ટમાં કેટલાય કેસ ચાલી રહ્યા છે.
- Advertisement -
મશાલ જુલૂસ કાઢવામાં આવશે
ઉત્પલ શર્માએ કહ્યુ કે સીએએ વિરોધી આંદોલન 4 માર્ચે દરેક જિલ્લા કાર્યાલયમાં મોટરસાઈકલ રેલીઓની સાથે શરૂ થશે અને એક મશાલ જુલૂસ પણ કાઢવામાં આવશે. તેમણે કહ્યુ, અમે તેના વિરુદ્ધ દરેક જિલ્લા મુખ્યાલયમાં મશાલ જુલૂસ કાઢીશુ અને રાજ્યભરમાં આંદોલન પણ કરીશુ. શર્માએ કહ્યુ, જ્યારે વડાપ્રધાન 8 માર્ચે આસામ આવશે તો AASU અને 30 અન્ય સંગઠન તે પાંચ યુવકોની તસવીરોની સમક્ષ દીવો પ્રગટાવશે જે 2019માં સીએએ વિરોધી પ્રદર્શનો દરમિયાન પોલીસની ફાયરિંગમાં મૃત્યુ પામ્યા હતા.
અમિત શાહ કરી ચૂક્યા છે જાહેરાત
- Advertisement -
અમિત શાહની આ જાહેરાત બાદથી ઘણા રાજ્યોમાં હલચલ છે તો આસામે સીએએ વિરુદ્ધ ફરીથી પ્રોટેસ્ટ કરવાનું એલાન કરી દીધુ છે. વર્ષ 2019માં જ્યારે CAA વિરોધી પ્રોટેસ્ટ થયા હતા ત્યારે આ દરમિયાન દેશભરમાં હિંસાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને જાનહાનિ પણ થઈ હતી. આસામમાં ખૂબ ઉગ્ર પ્રદર્શન થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પાંચ યુવકોના મોત થઈ ગયા હતા. હવે એકવાર ફરી આસામના સંગઠનોએ CAA ના વિરોધમાં પ્રોટેસ્ટનું એલાન કર્યું છે.