ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢના વોર્ડ નં.1 સરઘવાડા ગામની મહિલાઓનું ટોળું મહાનગરપાલિકા કચેરી ખાતે ઘસી આવ્યું હતું ભર ચોમાસે પાણીની સમસ્યાની ફરિયાદને લઈ આ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો સરઘવાડા બાયપાસ પાછળના વિસ્તારમાં અંદાજે 50 થી વધુ મકાનોમાં છતાં પાણીએ તંત્રની બેદરકારીને લઇ ઊભી થયેલ કુત્રિમ તંગીથી પરેશાન મહિલાઓએ મેયર સમક્ષ રજૂઆત કરી હતી.
છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી તેઓને પાણીની સુવિધા મળી રહ્યા ન હોવાની વાત જણાવવી હતી. વારંવારની રજૂઆત છતાં કરવા છતાં તેમની સમસ્યાનું પરિણામલક્ષી સમાધાન આવતું ન હોવાનું તેઓનો મત હતો. મહિલાઓએ આ મામલે મેયર સમક્ષ હાલ પોતાની રજૂઆત કરી હતી.
- Advertisement -
સમગ્ર મામલે મેયર દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બાબતે જવાબદાર અધિકારીને સુચના અપાઈ ગઈ છે અને વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યાનું સમાધાન આવે તે માટે પૂરતા પ્રયત્નો સત્વરે હાથ ધરવામાં આવશે.ત્યારે મહિલાઓએ હાલ તો હાશકારો અનુભવ્યો હતો અને પરત ફરી હતી. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા ગંભીરતા પૂર્વક કામગિરી હાથ ધરવામાં આવશે.