સાસુ, સસરા, દિયર, નણંદ સહિત પાંચ વિરુદ્ધ ઉપલેટા પોલીસમા નોંધાવાઈ ફરિયાદ
- Advertisement -
ઉપલેટા તાલુકાના નીલાખા ગામે એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક પરણિત મહિલાએ સાસરિયાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સામાં મૃતક મહિલાના પરિવારના સભ્ય દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હોવાની વિગતો સામે આવે છે જેમાં સાસુ, સસરા, દિયર, નણંદ સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફાઈલ તસ્વીર મૃતક સરોજબેન
નીલાખા ગામે સાસરે રહેતી સરોજબેન ગામના કૂવામાં પડી ગયેલ હોય જેને બહાર કાઢી અને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવાતા ત્યાં ડોકટર દ્વારા તેમને મૃત જાહેર કરાયેલ. આ ઘટના બાદ મૃતકના પરિવાર દ્વારા માનસિક ત્રાસને પગલે આત્મહત્યા કર્યા હોવાની વિગતો ફરિયાદમાં નોંધાવાઈ છે અને હાલ આ સમગ્ર મામલે ઉપલેટા પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ થયા છે અને ફરિયાદ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -


