ઉપલેટામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભાજપમાં જોડાવા માંગતા નેતાઓ અને સભ્યોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા
થોડા સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે. ધોરાજી અને ઉપલેટાના ધારાસભ્ય પણ કોંગ્રેસ પક્ષના છે એટલે કોંગ્રેસનો ગઢ છે તેવું લોકો કહે છે ત્યારે ઉપલેટામાં નગરપાલિકાના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલ અને હાલના બે સુધરાઈ સભ્યો ભાજપમાં પક્ષમાં ખેસ પહેરીને જોડાયા હતા.
- Advertisement -
આ કાર્યક્રમમાં નગરપાલિકાના બે ચાલુ સુધરાઈ સભ્યો તેમજ તેમની સાથે તેમના કાર્યકરો પણ આ તકે ભાજપમાં ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા હતા. આ ખેસ ખુદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો હતો અને ભાજપ પક્ષમાં આવકાર્ય હતા.
જે રીતે કોંગ્રેસમાં ભંગાણ થઈ રહ્યું છે ત્યારે ઉપલેટામાં પણ કોંગ્રેસમાં ભંગાણ થયાનું જણાવાયું છે અને કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલ સુધરાઈ સભ્યો સહિતના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ સાથે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જણાવાયું હતું કે સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તે કૃષિ કાયદાઓ ખેડૂતો માટે ફાયદા કારક છે તેવી વાત કરી હતી.
આ સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયાએ પણ કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે સૌ કાર્યકર્તાઓ પોતાની પ્રચારની કામગીરી અત્યારથી જ શરૂ કરો જેથી આવનારી ચૂંટણી સમયે જે રીતે રોજે રોજ ભજીયા, ગાઠીયા અને જમણવાર સહિતના પ્રોગ્રામ કરી લોકોને એકઠા કરવા પડે છે અને સંખ્યા બનાવવી પડે છે તેવું કરવાની જરૂર નહીં પડે અને સાથો સાથ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચૂંટણી સમયના ફંડની પણ વાત કરવામાં આવી હતી કે ચૂંટણી સમયે જે ફંડ વાપરવાની જરૂર પડે છે તે પણ વાપરવાની જરૂર ન પડે ત્યારે આ સાથે એ પણ સવાલ થઈ રહ્યો છે કે ચૂંટણી સમયે ફંડનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?
- Advertisement -
ભાજપ પક્ષના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાજપ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં સામાજિક અંતરની એસિકી તૈસી ઉપરાંત માસ્ક વગર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા ત્યારે આ સાથે આમ જનતામાં પણ રોષ છે કે સામાન્ય લોકોને મોટા દંડો અને ગુનો નોંધાઈ રહ્યો છે ત્યારે ભાજપ પક્ષના નેતા અને કાર્યકરો પર કોઈ કાર્યવાહી કેમ નહિ ?
આ સાથે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસોમાં ભાજપ પક્ષ દ્વારા પેજ પ્રમુખની કામગીરી, બુથની વ્યવસ્થા સહિતની કામગીરીની દેખરેખ કરવામાં આવશે અને સાથે એ પણ જણાવ્યું કે આવનારી ફેબ્રુઆરીમાં જે યોજાનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ભાવ્યતી ભવ્ય વિજય મેળવશે તેવું પણ જણાવેલ.


