રિઝર્વ બેંક તરફથી ગ્રીન સિગ્નલ ; કેવાયસી કરવું પડશે
હવે ડિજિટલ પેમેન્ટ વોલેટ્સ દ્વારા પણ પૈસાની લેવડદેવડ કરી શકાશે. જે કોઈપણ બેંક ખાતા સાથે જોડાયેલા નથી. હવે થર્ડ પાર્ટી એપ્સ દ્વારા પૈસા ચૂકવવા અથવા ટ્રાન્સફર કરવાની આરબીઆઈએ મંજૂરી આપી છે.
લોકો ગુગલ પે, ફોન પે અથવા એમેઝોન પે દ્વારા નાણાંનો વ્યવહાર કરતાં હતાં, કોઈપણ સામાન અથવા સર્વિસ માટે પણ ચૂકવણી કરતાં હતાં. પરંતુ આ ત્યારે જ શક્ય હતું જ્યારે આ ડિજીટલ પેમેન્ટ વોલેટ્સ બેંક ખાતા સાથે જોડાયેલાં હોય. પરંતુ હવે પરિસ્થિતિ બદલાશે. હવે લોકો આવાં ડિજિટલ પેમેન્ટ વોલેટ્સ દ્વારા પણ ટ્રાન્ઝેક્શન કરી શકશે અથવા પૈસા ચૂકવી શકશે, જે કોઈપણ બેંક ખાતા સાથે જોડાયેલાં નથી.
- Advertisement -
રિઝર્વ બેંકે હવે આવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા પણ પૈસાની ચુકવણી અથવા ટ્રાન્સફરને મંજૂરી આપી છે. આ થર્ડ પાર્ટી એપ્સ એટલે કે પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હશે. એટલે કે, એક ડિજિટલ વોલેટ જેમાં પહેલાં બેંક ખાતા, યુપીઆઇ અથવા રોકડ દ્વારા પૈસા જમા કરાવવાનાં હોય છે. પછી તમે તે રકમ ચૂકવી શકો છો. અલગથી પૈસા જમા કરાવ્યાં વિના, આ વોલેટ તમારાં બેંક એકાઉન્ટનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવા માટે કરી શકશે નહીં.
રિઝર્વ બેંકે પીપીઆઇ દ્વારા યુપીઆઇ ટ્રાન્ઝેક્શનને લીલી ઝંડી આપી દીધી છે. આ માટે પીપીઆઇ ધરાવતાં લોકોએ ફરજિયાતપણે કેવાયસી કરાવવું પડશે. રિઝર્વ બેંકનાં આ ગ્રીન સિગ્નલ બાદ બેંકો અથવા નોન બેંકો તેમનાં પીપીઆઈ વોલેટ ઈશ્યુ કરી શકશે.
આ ઉદાહરણો દ્વારા તેને સરળતાથી સમજી શકાશે, તમે ગિફ્ટ કાર્ડ, મેટ્રો રેલ કાર્ડ વગેરેનો ઉપયોગ કરો છો. આ બધાં પીપીઆઇ વોલેટ્સ છે. બેંક ખાતામાંથી રોકડ અથવા ટ્રાન્સફર દ્વારા તેમાં જમા કરાયેલાં નાણાંનો ઉપયોગ ફક્ત ચુકવણી માટે જ થઈ શકે છે. પરંતુ રિઝર્વ બેંકના નવાં ઓર્ડર પછી અથવા તેમનું કેવાયસી કરાવ્યાં પછી, ગુગલ પે, ફોન પે વગેરે એપ્સ દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકાશે.
- Advertisement -
પીપીઆઇ શું છે ?
પ્રીપેડ પેમેન્ટ ક્યુ ઇન્સ્ટ્રુમેન્ટએ એક નાણાકીય સાધન છે જે વપરાશકર્તાઓને કાર્ડ અથવા ડિજિટલ વોલેટ પર નાણાં જમા કરવાની મંજૂરી આપે છે, જેનો ઉપયોગ ભવિષ્યનાં વ્યવહારો માટે થઈ શકે છે. હવે કોઈપણ થર્ડ પાર્ટી એપના ઈન્ટરફેસનો ઉપયોગ કરીને વોલેટમાં પૈસા મોકલી અને પ્રાપ્ત કરી શકાય છે.
ઉદાહરણ તરીકે, જો તમે પેટીએમ અથવા ગુગલ પે વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરવા અથવા પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે તે એપ્સના ઇન્ટરફેસનો ઉપયોગ કરવાની જરૂર નથી. અન્ય કોઈપણ યુપીઆઇ એપ દ્વારા પણ વોલેટમાં પૈસા મોકલી અથવા પ્રાપ્ત કરી શકાય છે.
કેવી રીતે ફાયદાકારક રહેશે ?
આરબીઆઈના આ નિર્ણયથી પીપીઆઇ જેમ કે ગિફ્ટ કાર્ડ, મેટ્રો રેલ કાર્ડ અને ડિજિટલ વોલેટના ધારકોને વધુ સુવિધાઓ મળશે. આરબીઆઈએ તેનાં નિવેદનમાં જણાવ્યું છે કે હવે સંપૂર્ણ કેવાયસી ધરાવતાં પીપીઆઇ ધારકો થર્ડ પાર્ટી યુપીઆઇ એપ્સ દ્વારા પેમેન્ટ કરી શકશે.