2 વર્ષ અને 1 માસના સમયગાળામાં 11,500 કીમીની પદયાત્રા પૂર્ણ કરી
યુવક પોતાના શ્વાન સાથે દરરોજ 25 થી 30 કિલોમીટર ચાલે છે: આ યાત્રા એપ્રિલમાં પૂર્ણ થશે તેવું જણાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.15
ચારધામ અને 11 જ્યોતિર્લિંગની પરિક્રમા સાથે ભારત ભ્રમણ પર પોતાના સ્વાન સાથે નીકળેલો ઉત્તર પ્રદેશનો યુવક સોમનાથ ખાતે આવી પહોંચ્યો છે. બે વર્ષ પૂર્વે તા.1 નવેમ્બર 2022 ના રોજ ઉત્તરાખંડના બદ્રીનાથ ખાતે થી પોતાના પ્રિય સ્વાન બટર સાથે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર નોઈડામાં રહેતો યતી ગૌડ નામનો 27 વર્ષીય યુવક બે વર્ષ એક માસ અને 11 દિવસ ની પદયાત્રા પૂર્ણ કરી સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવી પહોંચ્યો છે.
પદયાત્રા સાથે ભારત ભ્રમણ નીકળેલા યુવક યતી ગૌડએ મીડિયા સાથેની વાતચીત કરતા કહેલ કે, પદયાત્રાનો કોઈ વિશેષ ઉદેશ નથી પરંતુ ભારત દેશના દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં વસતા નાગરિકોની રહેણી કહેણી, સંસ્કૃતિથી રૂબરૂ થવા માટે ભારત ભ્રમણ પર નીકળેલ છે. પોતાના પ્રિય શ્વાન બટર સાથે છેલ્લા 2 વર્ષ થી પદયાત્રા કરી રહેલ યુવક થતી ગોડેએ જણાવ્યું હતું કે, આવડી યાત્રા માં પોતે અને બટર ને ક્યારેય ભૂખ્યું રહેવું નથી પડ્યું અને ક્યારેય કોઈ ના દુવ્ર્યવહાર નો ભોગ નથી બનવું પડ્યું એ આપણા ભારત વર્ષ ની સંસ્કૃતિ ને ઉજાગર કરે છે.
ઉત્તરાખંડના બદ્રીનાથ થી શરૂ કરેક પરિક્રમા ફરી બદ્રીનાથ ખાતે જ પૂર્ણ કરશે અંદાજે 15 હજાર કી. મી. ની પદયાત્રા માં યુવકે 11,500 કી. મી.ની યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ કરી છે સોમનાથ જ્યોર્તિલિંગના દર્શન સાથે 11 જ્યોર્તિલિંગ અને ત્રણ ધામના દર્શન પરિપૂર્ણ કર્યા છે. આગામી દિવસોમાં સોમનાથથી અંતિમ ચરણમાં દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોર્તિલિંગના દર્શન કરી ચાર ધામ અને 12 જ્યોર્તિલિંગના દર્શન ની કામના પૂર્ણ કરશે અને ફરી ઉત્તરાખંડ બદ્રીનાથ પહોંચ્યા બાદ પદયાત્રાની પરિક્રમા પૂર્ણ કરશે. બદ્રીનાથથી પદયાત્રાનો પ્રારંભ કરી ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ, બિહારમાં ગયા વિષ્ણુપદ મંદિર, મહા મંગલાગોરી મંદિર, ઝારખંડમાં બૈધનાથ મંદિર, ઓરિસ્સામાં જગન્નાથ પુરી, આંધપ્રદેશમાં મલ્લિકાર્જુન અને તિરુપતિ બાલાજી મંદિર, તામિલનાડુમાં રામેશ્વરમ, મદુરાઈ માં મીનાક્ષી અમ્મા મંદિર, મહારાષ્ટ્રમાં ભીમાશંકર, ત્રમ્બેકશૂર, ગુરુણેશૂર, મધ્યપ્રદેશ માં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર બાદ ગોધરા થઈ ગુજરાતમાં ચોટીલા ચામુંડા માતાજી મંદિર, ગિરનાર પર્વત પર ગુરુ દત્તાત્રેય ના દર્શન કરી આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી પહોંચ્યો હતો. આવતીકાલે દ્વારકા જવા માટે ફરી પદયાત્રા નો પ્રારંભ કરશે દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકાધીશ ધામનો દર્શન કરી ચારધામ અને બાર જ્યોતિર્લિંગ પૂર્ણ કરશે જ્યારે પદયાત્રા ફરી ઉત્તરાખંડ માં બદ્રીનાથ પહોંચી પૂર્ણ કરશે.



