સભ્યોની દરેક ગતિવિધિ નોંધશે : કેટલો સમય ગૃહમાં બેઠા, ચર્ચામાં ભાગ લીધો કે કેમ તે તમામ માહિતી સીએમના ટેબલ પર પહોંચી જશે
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે હવે વિધાનસભા અને વિધાન પરિષદમાં બેસતા અને ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો પર આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સની મદદથી નજર રાખવા નિર્ણય લીધો છે. બંને ગૃહોમાં એઆઇની આંખ અને કાન સતત સભ્યોની કામગીરી નોંધતા રહેશે. અત્યંત આધુનિક ટેકનોલોજી મારફત ગૃહના કામકાજ દરમ્યાન મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યો કેટલો સમય ગૃહમાં બેઠા કેટલો સમય ચર્ચામાં ભાગ લીધો તે તમામ મોનીટેરીંગ કરશે. સભ્યો ગૃહના કામકાજમાં વધુને વધુ રસ લે એ માટે આ નિર્ણય લેવાયો છે અને તેમાં એક કન્ટ્રોલ રૂમ પણ ઉભો કરાયો છે.
- Advertisement -
જેના આધારે ડેટા કાઢીને મુખ્યમંત્રી સમક્ષ રાખશે. આપણા ધારા ગૃહોમાં સભ્યોની હાજરી ઓછામાં ઓછી રહે છે અને મોટા ભાગના સભ્યો ચર્ચામાં ભાગ પણ લેતા નથી. અને ગૃહના કામકાજમાં પણ રસ દાખવવાના બદલે પોતાના મોબાઇલ કે લેપટોપમાં વ્યસ્ત રહે છે તે પણ હવે આ એઆઇ આંખમાંથી બચી શકશે નહીં.