ભારતીય વીમા ક્ષેત્રમાં મોટો ઉછાળો : ઈંછઉઅઈંના વાર્ષિક અહેવાલમાં ખુલાસો
‘2047 સુધીમાં સૌને વીમો’ના લક્ષ્ય સાથે સરકાર અને નિયામક સંસ્થાઓ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહી છે: ઈંછઉઅઈંના વાર્ષિક અહેવાલમાં ખુલાસો; ‘એકો લાઈફ’ (અભસજ્ઞ કશરય)એ 139%ના ગ્રોથ સાથે મેદાન માર્યું
- Advertisement -
નિયમોના ઉલ્લંઘન બદલ કંપનીઓને ફટકારાયો કરોડોનો દંડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય વીમા ક્ષેત્ર અત્યારે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વીમા નિયામક ઈંછઉઅઈં દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અને વાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ 2023-24 અને નવેમ્બર 2025 સુધીના ગાળામાં વીમા કંપનીઓના પ્રીમિયમ કલેક્શનમાં ધરખમ વધારો નોંધાયો છે. ’2047 સુધીમાં સૌને વીમો’ના લક્ષ્ય સાથે સરકાર અને નિયામક સંસ્થાઓ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહી છે. નવેમ્બર 2025 સુધીના આંકડાઓ અનુસાર, બજાજ આલિયાન્ઝ (ઇફષફષ અહહશફક્ષુ) જેવી કંપનીઓએ 14.77% ની મજબૂત વૃદ્ધિ સાથે રૂ. 8,549 કરોડનું પ્રીમિયમ એકત્રિત કર્યું છે. આદિત્ય બિરલા સન લાઈફ (અઇજક) એ પણ 5.03%ની વૃદ્ધિ નોંધાવી છે. સૌથી આશ્ચર્યજનક પ્રદર્શન નવી કંપની એકો લાઈફ (અભસજ્ઞ કશરય) નું રહ્યું છે, જેણે 139%નો ગ્રોથ નોંધાવ્યો છે. વીમા ક્ષેત્રે ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે તેનું મુખ્ય કારણ ‘ક્લેમ સેટલમેન્ટ રેશિયો’ છે. મોટાભાગની અગ્રણી કંપનીઓનો મૃત્યુ દાવા ચૂકવવાનો દર 98% થી 99% ની વચ્ચે રહ્યો છે. માર્ચ 2022ના ડેટા મુજબ, આદિત્ય બિરલા લાઈફનો ગ્રુપ ક્લેમ રેશિયો 99.59% અને બજાજ આલિયાન્ઝનો 99.02% નોંધાયો છે. આગામી સમયમાં ’બીમા સુગમ’ (ઇશળફ જીલફળ) પ્લેટફોર્મ ગેમ-ચેન્જર સાબિત થશે, જ્યાં એક જ પોર્ટલ પરથી પોલિસી ખરીદી શકાશે અને ક્લેમ સેટલ કરી શકાશે. ગ્રામીણ વિસ્તારોમાં વીમાની પહોંચ વધારવા માટે ’બીમા વાહક’ યોજના હેઠળ મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
- Advertisement -
કેશલેસ સુવિધા પૂરી પાડતી હોસ્પિટલોની સંખ્યા:
કુલ નેટવર્ક હોસ્પિટલ્સ : 2,44,017
થર્ડ પાર્ટી એડમિનીસ્ટ્રેટ : 0,29,151
ફેમિલિ હેલ્થ પ્લાન : 0,25,645
પેરામઉન્ટ હેલ્થ સર્વિસ : 0,25,115
હેલ્થ ઇન્ડિયા ઇન્સ્યૂરન્સ : 0,22,258
બેદરકાર કંપનીઓ સામે ઈંછઉઅઈંની લાલ આંખ
ગ્રાહક સુરક્ષા બાબતે ઈંછઉઅઈં અત્યંત કડક વલણ અપનાવી રહ્યું છે. તાજેતરમાં કેર હેલ્થ ઈન્શ્યોરન્સ (ઈફયિ ઇંયફહવિં ઈંક્ષતીફિક્ષભય) સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં કંપની પર રૂ. 1 કરોડનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર આરોપ હતો કે તેણે ક્લેમ સેટલમેન્ટ પત્રો મોકલવામાં વિલંબ કર્યો હતો અને હોસ્પિટલ તરફથી મળતા ડિસ્કાઉન્ટનો લાભ વીમાધારકોને આપ્યો ન હતો.
કેશલેસ નેટવર્કનું વિસ્તરણ
દેશમાં કેશલેસ સારવારની સુવિધા વધુ સુદ્રઢ બની છે. 24 થી વધુ ઝઙઅ (થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સ) દ્વારા ભારતભરમાં 2,44,017 થી વધુ હોસ્પિટલો સાથે જોડાણ કરવામાં આવ્યું છે. મેડી આસિસ્ટ (ખયમશ અતતશતિ)ં 29,000 થી વધુ હોસ્પિટલોના નેટવર્ક સાથે મોખરે છે, જે દર્શાવે છે કે હવે નાના શહેરોમાં પણ વીમાધારકોને ખિસ્સામાંથી પૈસા કાઢ્યા વગર સારવાર મળી શકશે.



