ભક્તિનગર અને આજીડેમ વિસ્તારની અનેક સોસાયટીમાં જિલ્લા કલેકટરે અશાંતધારો લાગુ કર્યો છે. હવે આ વિસ્તારોમાં પ્રોપર્ટીની ખરીદ – વેચાણ કે ભાડે લેવા-દેવા પૂર્વે જિલ્લા કલેકટરની મંજૂરી ફરજિયાત લેવાની રહેશે. આજી ડેમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની કોઠારીયા વોર્ડની તિરુપતિ સોસાયટી ઉપરાંત ભક્તિનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નીલકંઠ પાર્ક સોસાયટી, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર, ગોવિંદનગર, કેદારનાથ, સૂર્યોદય સોસાયટી, ન્યુ સૂર્યોદય સોસાયટી, સોરઠીયાવાડી વિસ્તાર સોસાયટી, વિવેકાનંદ, સાગર સોસાયટી, ન્યુ સાગર સોસાયટી, કેદારનાથ સોસાયટી, પુનિત ન્ય સોસાયટી, પટેલનગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા સોસાયટી, તક્ષશિલા સોસાયટી, યાદવનગર સોસાયટી, શિયાણી સોસાયટી, કિર્તિધામ, ભોજલરામ સોસાયટી, મારૂતિનગર, નલોડા નગર, સીતારામ સોસાયટી, રાધાકૃષ્ણ નગર, હુડકો સી – ડી ટાઇપ, દિપ્તિનગરમાં અશાંત ધારો આજથી લાગુ કરવામાં આવ્યો છે.
રાજકોટનાં વધુ કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ

You Might Also Like
Follow US
Find US on Social Medias