પોરબંદરના સખી સરસ મેળામાંથી ચાર દિવસમાં રૂ.19 લાખ કરતાં વધુની વસ્તુઓનું થયુ વેચાણ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળામાં રાજ્યભરના 50 સ્વસહાય જૂથો દ્વારા ભાગ લેવામાં આવેલ છે. જેમાં સખીમંડળની બહેનો દ્વારા હેન્ડિક્રફ્ટ, હેન્ડલૂમ, ભરતકામ અને ગૃહ સુશોભનની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી આવે છે. પોરબંદર ખાતે આયોજિત સરસમેળાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહેલ છે. ચાર દિવસમાં સખીમંડળની બહેનો દ્વારા રૂ .19 લાખ 35 હજાર કરતાં વધુની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે. પોરબંદરની ઉત્સવપ્રેમી જનતાને મેળામાં સહભાગી થવા તેમજ સખીમંડળની ચીજવસ્તુઓ ખરીદી તેઓને પ્રોત્સાહન આપવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
- Advertisement -
લોકમેળામાં 25થી વધુ શખ્સ સામે પોલીસની કાર્યવાહી
નશો કરેલા, પીપુડાં વાગડતા અને છેડતી કરતા શખ્સોને મેદાનમાં જ કાયદાનો પાઠ ભણાવ્યો
પોરબંદરના જન્માષ્ટમી લોકમેળામાં હજારો લોકો આનંદ માણવા આવ્યા હતા, ત્યારે કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં મેળા મેદાનમાં નશો કરેલી હાલતમાં ઉશ્કેરાટ મચાવનાર, પીપુણા વાગડનાર, સીટી મારનાર અને છેડતીના પ્રયાસ કરનાર કુલ 25થી વધુ શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જિલ્લા પોલીસ વડા એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ રાજેશ કાનમિયા મહિલા પોલીસ સ્ટેશનના પી. આઈ આર.એમ.રાઠોડ સહિતના વિવિધ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ મેળામાં સુરક્ષાની દૃષ્ટિએ જુદી જુદી પોલીસ ટીમો, ‘સી’ ટીમ સહિત કુલ 830 પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. મેળાના મેદાનમાં સતત પેટ્રોલિંગ તથા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મેદાનમાં જ આવા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વરસાદી માહોલ વચ્ચે પણ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, ત્યારે પોલીસની સતર્કતાને કારણે અસામાજિક તત્વો કાબુમાં રહ્યા છે.
- Advertisement -