રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ પાટણના સાંતલપુરમાં નોંધાયો છે.
ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. છેલ્લા 24 કલાકમાં પાટણના સાંતલપુરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સાંતલપુરમાં 24 કલાકમાં પોણા 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કોટડા સાંગાણીમાં 6 ઈંચ વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી થઈ ગયું છે.
- Advertisement -
અબડાસામાં સવા 5 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અબડાસા, સુઈગામ અને ખંભાળિયામાં સવા 5 ઈંચ વરસાદ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉપલેટામાં 5 ઈંચ, વંથલીમાં સવા 4 ઈંચ, ગોંડલ, બરવાળા, ચોટીલામાં 3.5 ઈંચ, ગઢડા, વડગામ અને કેશોદમાં પણ 3.5 ઈંચ વરસાદ, રાપર, દાંતિવાડામાં અને રાજકોટમાં 3 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. સાથે જ માંગરોળમાં 3 ઈંચ અને સિદ્ધપુરમાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે.
ઘરો અને દુકાનોમાં ઘુસ્યા વરસાદી પાણી
વરસાદના કારણે રસ્તા નદીમાં ફેરવાયા છે. રાજ્યના કેટલાક ડેમ અને તળાવ ઓવરફ્લો થયા છે. તો નીચણવાળા વિસ્તારોમાં લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. તો ભારે વરસાદના કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કચ્છના ભુજની ઓળખ સમાન હમીરસર તળાવ ઓવરફ્લો થતાં જિલ્લા કલેક્ટર દ્વારા આજે સ્કૂલોમાં એક દિવસની રજા જાહેર કરી છે.
ઉબેણ નદીમાં આવ્યુ ઘોડા પૂર
જૂનાગઢમાં ઉપરવાસમાં વરસાદને કારણે ઉબેણ નદીમાં ઘોડા પુર આવ્યુ છે. ભારે વરસાદને લઈ વંથલી તાલુકાના ધધુસર ગામમાં પાણી ઘુસી ગયા છે. ઉબેણ નદીમાં પાણીની આવક થતા નદી બે કાંઠે જોવા મળી છે. ભારે વરસાદને કારણે ખેતરો બેટમા ફેરવાયા છે. ભારે વરસાદને લઈ ઉબેણ નદી બે કાંઠે જોવા મળી રહી છે. તો માંગરોળની નોળી નદીમાં ભારે વરસાદને લઈ પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નોળી નદીનો લંબોરા ડેમ બે કાંઠે જોવા મળ્યો છે. નોળી નદીમાં ઘોડા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે રોડ-રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ માંગરોળ અને કેશોદમાં ભારે વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાયા છે. જામકંડોરણામાં ભારે વરસાદ બાદ ફોફળ ડેમ ઓવરફ્લો થયો છે.
- Advertisement -
સાબરકાંઠાની નદી બે કાંઠે
સાબરકાંઠામાં ધોધમાર વરસાદના કારણે સાબરમતી, હરણાવ, કોસંબી નદી બે કાંઠે વહેતી થઈ છે. વરસાદને કારણે નદીઓમાં આવ્યા નવા નીર આવ્યા છે. નદીઓના જળસ્તરમાં વધારો થતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે.
બોટાદ જિલ્લામાં ચેક ડેમો છલકાયાં
બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી નદીઓમા આવ્યા પૂર આવ્યું છે. સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. બોટાદના બરવાળા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ સાથે જ સેથળી ગામે ધોધમાર વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાયા છે. તેમજ નિંગાળા ગામે કેરી નદીના પુલ પર પાણી ફરી વળતા અવર જવર બંધ થઈ છે. આ સાથે લાઠીદડ ગામે ધોધમાર વરસાદ પડતાં ચેક ડેમો છલકાયાં છે. તેમજ બેલા ગામે ઉતાવળી નદીમાં આવ્યા પૂર આવ્યું છે. સાથે જ સાળંગપુરમાં પણ ભારે વરસાદને લઈ નદી-નાળા અને ચેકડેમો છલકાયા છે.