સત્યસાંઈ રોડ પર આલાપ હેરિટેજની બાજુમાં આવેલા ગાર્ડનમાં
તા. 22-9થી 1-10 સુધી સાંજે 8થી 10 અને 10થી 12 અર્વાચીન દાંડિયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
યુનિટી ફાઉન્ડેશન, સમાજને કંઈક આપવાની ઉદ્દેશથી,સમાજ એકતા દ્વારા રાષ્ટ્રીય એકતા ના સંકલ્પ સાથે અને સમાજ ઉપયોગી અને હિન્દુ સંસ્કૃતી જતન અને જાળવણી માટે સમાજના અગ્રણી વ્યક્તિઓ ડોકટરો, વકીલો, એન્જિનિયરો, ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીયો, અને સત્યસાંઈ સોસાયટી આસપાસના સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા પ્રાચીન ગરબી, વૈદિક હોળી,જરૂરિયાતમંદ દીકરીઓના સમુહ લગ્ન, યોગ દિવસ તેમજ મેડિકલ ને લગતી પ્રવૃત્તિ છેલ્લા ત્રણ વર્ષથી કરી રહી છે. રાજકોટની મધ્યે સરળતાથી આવી-જઈ શકાય તેવા નાના મવાના સત્યસાંઈ રોડ ઉપર આવેલ આલાપ હેરિટેજની બાજુમાં આવેલ ગાર્ડનમાં તારીખ 22/09/2025 થી 01/10/2025, સમય સાંજે 8 થી 10 પ્રાચીન ગરબી અને 10 થી 12 અર્વાચીન દાંડીયા રાસનું વિશાળ ગ્રાઉન્ડ તેમજ બાઉન્સર, સિક્યુરિટી સિસ્ટમ તથા ઈઈઝટ કેમેરા વિગેરે સુવિધા સાથે ” ફાઉન્ડેશન” દ્વારા લોક સલામતી અને સુરક્ષાની ખાસ તકેદારી રાખવામાં આવેલ હોવાથી તેમજ પાસની રકમ ખૂબ જ વ્યાજબી અને આ રકમ સમૂહ લગ્ન: માટે વપરાતી હોવાથી લોકો દ્વારા પાસ કઢાવવા માટે બહોળો પ્રતિસાદ મળેલ છે તદુપરાંત ગરબી અને અર્વાચીન દાંડિયા રાસ જોવા માટે વહેલા તે પહેલાના ધોરણે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.” ફાઉન્ડેશન” દ્વારા આયોજિત નવદુર્ગા ગરબી તથા અર્વાચીન દાંડિયા સાથે હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી ટ્રસ્ટ, કઊઉ સ્ક્રીન અને બેનર મારફતે જાહેરાત આપવા માટે લોકોની મોટા પાયે ઇન્ક્વાયરી આવતા તેમજ બેનર્સના ઓર્ડરો આવતા ” ફાઉન્ડેશન” ટીમમાં ઉત્સાહ જોવા મળી રહીઓ છે હાલમાં છેલ્લા એક મહિનાથી બાળાઓને કોરિયોગ્રાફર દ્વારા ટ્રેનિંગ આપવાનું ચાલુ છે અને હિંદુ સંસ્કૃતિ મુજબ ગરબીની લ્હાણી આપવાનું ખુબજ મહત્વ હોઈ સમાજ શ્રેષ્ઠીઓ સામેથી લ્હાણી લખાવી રહ્યા છે
આ સમગ્ર આયોજન સફળ બનાવા માટે યુનિટી ફાઉન્ડેશન ચેરમેન અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ગુજરાત બિલ્ડર એસોસિએશનના ચેરમેન, માગદર્શક પરેશભાઈ ગજેરા, પ્રમુખ હરેશભાઈ કાનાણી ઉપ પ્રમુખ વિજય તોગડીયા સેક્રેટરી જીગ્નેશ કિયાડા, તેમજ યુનિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ નિલેશ વિરાણી મનીષ ભૂત , રાજેશ વૈષ્ણવ,પ્રિતેશ પટેલ,નૈમિષ પટેલ,હરકિશન સોજીત્રા , ધીરુ આસોદરીયા, અશ્વિન રૂપાપરા , ચંદુ કાપડિયા ચંદ્રેશ પાદરીયા, સંજય અજાણી, હરિ ભંડેરી, વિપુલ પટેલ , જીત કક્કડ, કેતન સોરઠીયા, પરેશ ઘેલાણી શૈલેષ શિંગાળા , ભાવેશ લીંબાસીયા, નિલેશ ટીલાળા અનિલ ભલુ, ચેતન સુદાણી , અતુલ સખીયા, હિતેશ હાપલીયા, અશ્વિન ભુવા, વલ્લભ તોગડીયા, જયેશ ચોથાણી પ્રકાશ પીપળીયા, વિમલ સીદપરા, રસિકભાઈ સોરઠીયા રવિરાજ મંડ અમિતભાઈ વેકરીયા જહેમત ઉઠાવી રહ્યા છે .



