તક્ષક નાગ અને પરીક્ષિત રાજાની કથાનું સાક્ષી: 5000 વર્ષ જૂનું ધામ
દિવ્ય ચમત્કારનું પ્રતીક: સફેદ વડ અને સર્પદંશ મુક્ત ભૂમિ
જડીબુટ્ટીઓનો ભંડાર અને આયુર્વેદના સંશોધનનું કેન્દ્ર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
આયુર્વેદના ભગવાન એટલે ધન્વંતરિ ભગવાન આ ધન્વંતરિ ભગવાનનું સમાધી સ્થળ અને તેની કર્મ ભૂમિ ની જગ્યા એટલે જુનાગઢ જિલાના માળીયા હાટીના તાલુકાનું મોટી ધણેજ ગામ જુનાગઢ થી 60 કીલોમીટર દુર ભગવાન ધનવંતરીનું સમાધિ સ્થળ આવેલું છે પુરા વિશ્વમાં માત્ર અહી એક જ જગ્યા પર ભગવાન ધનવંતરીનો આશ્રમ આવેલો છે આ સ્થળ પર ભગવાન ધનવંતરી સાથે જોડયેલ અનેક પૌરાણિક કથાઓ છે પાંચ હજાર વર્ષ પહેલા અહી પરીક્ષીત રાજા તક્ષક નાગ સાથે જોડાયેલી પૌરાણિક કથાનું સ્થળ એટલે મોટી ધણેજ. મોટી ધણેજ ખાતે વ્રજમી નદી ને કિનારે અલોકિક વાતાવરણ અને ઘેઘુર જંગલ વચ્ચે ધન્વંતરિ ભગવાનનો આશ્રમ અને સમાધિ સ્થળ આવેલ છે અહી વર્ષ દરમિયાન હજારો લોકો પોતાની માનતા પૂર્ણ કરવા આવે છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર સમુદ્ર મંથન બાદ ઘડો લઇ ભગવાન અહી આવેલા ધનવંતરી ભગવાન મૂળ કાશ્મીર બાજુના અને અહી પાંચ હજાર વર્ષ પહેલા સ્થાયી થયેલ અને તેના દ્વારા અનેક જડીબુટ્ટી ઓની શોધ કરવામાં આવી હતી આજે પણ નદી તેમજ આશ્રમના અંદરના ભાગે દુર્લભ જડીબુટ્ટી જોવામાં આવે છે.
પૌરાણિક કથા અનુસાર પરીક્ષિત રાજાને શ્રાપ મળતા તેને દંશ દેવા તક્ષકનાગ તેને શોધતો અહી આવેલ અને પરીક્ષિત રાજા અહી આશ્રમ હતા ત્યારે ભગવાન ધનવંતરી એ તક્ષક નાગને પૂછ્યું હતું કે, તું કેમ અહી આવ્યો છે ત્યારે તક્ષકનાગે કહ્યું હતું કે હું પરીક્ષિત રાજાને દંશ દેવા આવ્યો છુ ત્યારે ભગવાને કહ્યું કે આ શક્ય નથી ત્યારે તક્ષક નાગે ઝેર ફેલાવતા અહી આવેલ એક વડનું જાડ બળી ગયું હતું ત્યારે ભગવાને પાણીની અંજલિ છાટતા બળી ગયેલ વડ સફેદ થઇ ગયું હતું અને આજે વિશ્વમાં પણ સફેદ વડ એક જ જગ્યા પર છે અને ત્યાર બાદ તક્ષક નાગ લાકડી થઇને પડ્યો હતો અને ભગવાન ધનવંતરી એ તેને ઉપાડી લીધો હતો આજે પણ આ વિસ્તારના લોકોનું સર્પદંશ થી મોત થતું નથી. અહી આજે પણ અનેક જડીબુટ્ટીઓના અભ્યાસ માટે આયુર્વેદના ડોકટરો અહી આવે છે અને ભગવાન ધનવંતરીના આશીર્વાદ મેળવી આયુર્વેદથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય તેવી પ્રાર્થના કરે છે આ આશ્રમની અંદર એક શિવ મંદિર આવેલું છે દૂર દુર થી લોકો દર્શન કરી શકે એટલે ભગવાન શિવનું અહી આથમણી દિશામાં મંદિર છે જે ભાગ્યેજ જોવા મળે છે. આજે આ સ્થળનો વિકાસ ગામ લોકો દ્વારા કરવામાં આવે છે જો આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસવામાં આવે તો પ્રવાસીઓને નવું અને અલોકિક સ્થળનો નઝારો તેમજ વિશ્વમાં માત્ર એક જ ધનવંતરી ભગવાનું સમાધિના દર્શન તેમજ તેમની કર્મભૂમિથી પરિચિત થઇ શકે તેમ છે.