હાથમાં બેનર લઇ ઉતર્યા સામાજિક કાર્યકર્તાઓ, શરીરે પાટા બાંધી તંત્રને ઢંઢોળવા પ્રયાસ
રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા સીટી બસના ડ્રાઇવરે બેદરકારીપૂર્વક બસ ચલાવી 4 લોકોની જિંદગી કચડી નાંખી હતી. જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકોટની અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા રાજકોટ મહાનગર પાલિકાએ આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરનારે શરીરે પાટા બાંધ્યા હતા, અને હાથમાં બેનર રાખ્યા હતા. તેમાં લખ્યું હતું કે; મારા શરીર પર બાંધેલા પાટા દરેક રાજકોટવાસીની વેદના છે અને તેમની પીડા વિરોધ સ્વરૂપે દર્શાવું છું, તંત્ર આ પીડાને સમજે અને નિષ્ફળતાનો ઈલાજ કરી રાજકોટવાસિઓની આ પીડાની પટ્ટીને દૂર કરે તેવી વિનંતી કરી. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓએ તંત્રને અનોખી રીતે જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે મનપા કચેરીએથી તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.