વિદ્યુત સહાયકની ખાલી જગ્યાઓ પર ડિવિઝનમાં ભરતી કરવા માંગ
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળની ઙૠટઈક કચેરી ખાતે ગજઞઈં અને યુથ કોંગ્રેસના સભ્યો દ્વારા અધિકારીને લોલીપોપના પેકેટ આપી ભરતી બાબતે અનોખો વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.આ સાથે ૠજઘ-4 મુજબ ખાલી રહેલી જગ્યાઓ પર ભરતી કરવા માંગ કરવામાં આવી હતી.
રાજકોટ ખાતે છેલ્લા 4 દિવસથી ગુજરાતના 400થી વધારે યુવાનો પોતાની ન્યાયની માંગણી સાથે ઙૠટઈક કચેરીએ ધરણા ઉપર બેઠા છે.જેના સંદર્ભમાં વેરાવળની ઙૠટઈક કચેરી ખાતે પણ ગજઞઈં પ્રદેશ મંત્રી અંકિત સોંદરવા અને ગીર સોમનાથ કોંગ્રેસ યુથ પ્રમુખ રાકેશ ચુડાસમાની આગેવાનીમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે તેઓએ અધિકારીઓને સરકાર દ્વારા જે વાતો કરવામાં આવી છે તેને ટાંકીને લોલીપોપ પરત આપી હતી અને તેમને ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડો તેવો રોષ વ્યકત કર્યો હતો અને વિદ્યાર્થીઓને 97 જેટલા માર્ક આવતા હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી.જેથી 500 જેટલા વિદ્યાર્થીઓ ગજઞઈં ના પ્રદેશ પ્રમુખ સાથે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા.પરંતુ ભાજપના ઇશારે તેમની અટકાયત કરવામાં આવી હતી. અવાર નવાર સરકાર દ્વારા લોલીપોપ રૂપી આશ્વાશન આપવામાં આવે છે જેથી અમોએ આજે અધિકારીઓને એ લોલીપોપ સુપ્રત કરી વિરોધ કર્યો હતો.