પોલીસે વિરોધ કરનારા તમામ કાર્યકરોની અટકાયત કરી: જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા ગજઞઈંએ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં જ જુનિયર ક્લાર્કનું પેપર લેવાય તે પૂર્વે જ પેપર લીક થયાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગણતરીની જ કલાકોમાં ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક વખત ગજઞઈં ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઇન્દિરા સર્કલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પેપર લીકની ઘટનાને લઇ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પંચાયત મંત્રી રાજીનામું આપે તેવી માંગ પણ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરનારા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તો સાથે જ ઇન્દિરા સર્કલ ખાતે ઓવરબ્રિજ પર પેપર ફોડ સરકારનું પૂતળું લટકાવી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ટમેટા ફેંકી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.