લાઈબ્રેરીયન અને જ્ઞાન – સમાજની વૈચારિક ઉન્નતીના બે અવિભાજ્ય પાસા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
12 ઓગસ્ટના રાષ્ટ્રીય લાઈબ્રેરીયન ડે નિમિત્તે શ્રી સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટના જય ગોપાલ હોટેલ ખાતે લાઈબ્રેરીયન મિત્રોની અનોખી સાહિત્યિક ગોષ્ઠી યોજાઈ. જયેશભાઈ ત્રિવેદીના રચનાત્મક અભિગમથી આયોજિત આ ગોષ્ઠીમાં લાઈબ્રેરીયન અને જ્ઞાનને એક સિક્કાની બે બાજુ ગણાવી સમાજના વિકાસમાં સાહિત્યના મહત્વ પર ચર્ચા થઈ.
- Advertisement -
ગોષ્ઠીમાં લિટરેચર સર્કિટ શરૂ કરવાની, પૌષ્ટિક વાચન પ્રસારિત કરવાની અને સર્જન યાત્રાઓ યોજવાની આવશ્યકતા વ્યક્ત કરવામાં આવી. ઉપસ્થિતોએ માનવ વૈચારિક ઉન્નતીને સમાજ અને રાષ્ટ્રના પ્રગતિ માટે અગત્યની ગણાવી. કાર્યક્રમમાં દિલીપભાઈ ભટ, ડો. રાજેશ ત્રિવેદી, જયેશભાઈ સંઘાણી, ડો. વર્ષાબેન જોશી, ચેતનભાઈ ગોહિલ, રાહુલભાઈ સોલંકી અને ધવલભાઈ પોપટ સહિતના સાહિત્યપ્રેમીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.