ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
કીટી પાર્ટીની બદલે મહિલાઓમાં રહેલ હુનરને સમાજ સુધી પહોંચાડવા જૂનાગઢના ચેતનાબેન તન્ના પ્રેરિત રાધા રાણી ગ્રુપ હંમેશા અગ્રસર રહ્યું છે ત્યારે વેરાવળ રાધારાણી ગ્રુપે બહેનો દ્વારા પાકી કેરીની વાનગી ની હરીફાઈ તેમજ માઇક્રોવેવ ઓવન નો ઉપયોગ કરી ગૃહિણીઓ ઘર જેવીજ કેક બનાવવાની હરીફાઈ વેરાવળ લોહાણા મહાજન વાડી ખાતે આયોજિત થયેલ. શીતલબેન રૂઘાંણી અને ચાંદનીબેન રાજાએ નિર્ણાયક તરીકે જજની સેવા આપી હતી.કાર્યક્રમ માં જુનાગઢ રાધા રાણી મહિલા મંડળ કમિટી મેમ્બર જલ્પાબેન જોશી અને નીતાબેન ઉનડકટએ ખાસ હાજરી આપી હતી સમગ્ર આયોજનને સફળ બનાવવા ચેતનાબેન તન્ના, બંસીબેન જીમુડિયા, નેહલબેન પાટણવાડીયા તૃપ્તિ બેન મશરૂ સહિતના સભ્યોએ જેહમત ઉઠાવી હતી.
જૂનાગઢના રાધા રાણી ગ્રુપ દ્વારા અનોખી પહેલ: વેરાવળમાં પાકી કેરીની વાનગી તેમજ હોમમેડ કેકની હરિફાઈ યોજાઈ
