ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના નાણામંત્રી ડો. ભગવત કરાડે જૂનાગઢ તાલુકાના જામકા ખાતે ગીર ગાય ગૌશાળાની અને ગીર ગાય આધારિત ફાર્મની મુલાકાત લઇ ખેડૂતોને ગાય આધારિત ખેતી કરવા પ્રોત્સાહન આપ્યું હતું મંત્રીશ્રીએ તેમના જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન જામકા ગીર ખાતે ગાય આધારિત ખેતીના ફાર્મની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રી એ તેમની મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, ગાય આધારિત ખેતી માટે પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગાય આધારિત ખેતી માટે વિવિધ યોજનાઓ ચલાવે છે ત્યારે તેનો મહત્તમ લાભ લઈ દેશમાં ગાય આધારિત ખેતી કરીએ તે જરૂરી છે. મંત્રીશ્રીએ આ તકે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો તેમ જ પાંચ ખેડૂતોનું સન્માન પણ કર્યું હતું.
જામકા ખાતે કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ડૉ. ભગવત કરાડે પ્રગતિશીલ ખેડૂત સાથે સંવાદ કર્યો
