જમ્મુ-કાશ્મીરમાં હવે આતંકવાદ થશે જમીનદોસ્ત
વધતી આતંકી પ્રવૃત્તિઓને રોકવા લેવાયો નિર્ણય
- Advertisement -
સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી
જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલ આતંકવાદ અને સંભવિત જોખમને પગલે ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં નેશનલ સિક્યુરીટી ગાર્ડ એટલે ગજૠ ફોર્સની કાયમી નિયુક્તિ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફોર્સ હવે સ્થાયી રૂપે જમ્મુમાં જ રહેશે. આ નિર્ણય પહેલાં જ્યારે પણ જમ્મુ-કાશ્મીર ખાતે ગજૠની જરૂર પડતી ત્યારે આ ફોર્સ નવી દિલ્હી અથવા તો ચંડીગઢથી હવાઈ માર્ગે બોલાવવી પડતી હતી. જોકે ગૃહ મંત્રાલયના નિર્ણય બાદ હવે ગજૠ ફોર્સ જમ્મુ-કાશ્મીરમાં જ સ્થાયી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં પાછલાં કેટલાંક સમયથી સતત આતંકી હુમલા થવાના મામલા સામે આવી રહ્યા હતા. અહેવાલો મુજબ ભવિષ્યમાં જમ્મુ-કાશ્મીરમાં જોખમની સમસ્યા અને સુરક્ષાની વધતી જતી આવશ્યકતાને પગલે 27 નવેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીરમાં નેશનલ સિક્યુરીટી ગાર્ડ ફોર્સ સ્થાયી રૂપે તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીર ખાતે તૈનાત NSG ફોર્સ
અહેવાલો મુજબ ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, NSGની એક વિશેષ ટીમ હવે જમ્મુ શહેરમાં કાયમી ધોરણે તૈનાત રહેશે. જમ્મુના NSG હબમાં તૈનાત NSG કમાન્ડોની સંખ્યા કોઈપણ આતંકવાદી હુમલાથી ઊભી થનાર કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા આવશ્યક સંખ્યા કરતા પણ વધુ છે. અઇઙ ન્યૂઝના અહેવાલ મુજબ જમ્મુમાં NSG કમાન્ડોને તૈનાત કરવા ગૃહમંત્રાલયનો એન્ટી ટેરર પ્લાન છે. NSGકમાન્ડોને જમ્મુ શહેરમાં તૈનાત કરવા પાછળનો હેતુ કોઈપણ આતંકવાદી હુમલાનો યોગ્ય સમયે યોગ્ય જવાબ આપવાનો છે. હવે તેમને કોઈપણ આતંકવાદી ઘટનાનો સામનો કરવા માટે આતંકવાદી હુમલાના સ્થળે પહોંચવામાં વધુ સમય લાગશે નહીં.
- Advertisement -
દિલ્હી કે ચંડીગઢથી બોલાવવી પડતી હતી NSG ફોર્સ
વર્તમાનમાં જમ્મુમાં, જમ્મુ કાશ્મીર પોલીસ, આર્મી અને જમ્મુ કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) કામ કરી રહ્યું છે. પરંતુ જ્યારે તેમની કોઈ આતંકવાદીઓ સાથે અથડામણ થતી ત્યારે NSG ફોર્સ કાંતો નવી દિલ્હી અથવા ચંડીગઢથી બોલાવવામાં આવતી હતી. તથા હવાઈ માર્ગે NSGને જે-તે સ્થાને પહોંચતા ઘણો સમય જતો હતો, ત્યારે હવે આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવા NSG ફોર્સ જમ્મુ-કાશ્મીર ખાતે જ તૈનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે જમ્મુમાં NSG તૈનાત કરવાની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુમાં તમામ બહુમાળી ઇમારતો, સુરક્ષા એજન્સીઓ અને સુરક્ષા દળો સાથે સંકળાયેલા ઠેકાણાં અને સંવેદનશીલ ઇમારતો અને વિસ્તારોનું સિક્યોરિટી ઓડિટ કરાવવાનો આદેશ પણ જારી કર્યો છે.