સૈનિક સ્કૂલ બિલ્ડીંગનું લોકાર્પણ અને મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત થયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સૈનિક સ્કૂલ શાળા બિલ્ડીંગનું લોકાર્પણ અને પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે જુનાગઢ જિલ્લાના ચાપરડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે મુક્તાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સૈનિક સ્કૂલ શાળા બિલ્ડીંગ, સૈનિક સ્કૂલ સ્ટાફ ક્વાર્ટર ભવન, જય અંબે હોસ્પિટલ ડોક્ટર ક્વાર્ટર બિલ્ડીંગ, જય અંબે હોસ્પિટલ મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ તેમજ પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર સંસ્કૃત શક્તિ ગુરુકુળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આ અવસરે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે શ્રી મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં બ્રહ્માનંદ ધામમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષણ ઉપરાંત અન્ય માનવસેવાના કાર્યો સંસ્થામાં આગળ વધી રહ્યા છે, શ્રી મુક્તાનંદ બાપુએ કચ્છ- કંડલામાં સેવા કાર્યો પણ કર્યા છે તે અંગે આનંદ વ્યક્ત કરતા વધુમાં કહ્યું કે મુક્તાનંદ બાપુએ મહાકુંભમાં પણ સેવા કાર્યો કર્યા છે.