23,24 મેનાં સાસણ આવશે : અધિકારકીઓ સાથે ચર્ચા કરશે
ખાસ-ખબર સંવાદદાતા
તૃણભક્ષી પ્રાણીઓના ગણતરી ચાલી રહી છે અને આ ગણતરી પૂર્ણતાને આરે છે. તેમજ ગત તા.16 ના રોજ પૂનમ અવલોકનમાં સિંહોની અનોખી રીતે ગણત્રી કરી તેની તમામ હિસ્ટ્રીઓની નોંધ કરવામાં આવી છે અને હવે આ તમામ ડેટા એકત્ર થઇ રહ્યો છે ત્યારે કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તા. 23 અને 24 ના રોજ સાસણની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આગામી 23 અને 24 સાસણ ગીરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વનવિભાગના અધિકારીઓ સાથે સતત બેઠકનો દોર કરશે અને એશિયામાં માત્ર એક જ જગ્યા પર બચેલા ગીરના સિંહો સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં વિચરણ કરી રહ્યા છે આ સિંહોના સરક્ષણ મુદ્દે કંઈક નવો નિર્ણય થાય તેવી શક્યતાઓ વનવિભાગના સુત્રો તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે. હજુ તાજેતરમાં જ કેન્દ્રની વનવિભાગની સંસદીય અને સ્થાયી સમિતિના સાંસદો પણ સમગ્ર ગીર પંથકની ત્રણ દિવસની મુલાકાત કરીને ગયા છે અને તેઓએ સિંહોના સરક્ષણ મુદ્દે અનેક સુચનો કર્યા છે, જેમાં રહેઠાણ ઓછું પડતું હોય, ગીરના માલધારીઓને જમીન અને નાણાં આપી પુન: વસવાટ કરાવવા પણ તેઓએ નોંધ કરી છે. હવે ગીરની મુલાકાતે આવતા વનમંત્રી પ્રોજેક્ટ લાયન, ગીરના માલધારીઓને નવા પુન:વસવાટ સિંહોની નવી સેન્ચ્યુરી, સરક્ષણ સહીતના તમામ મુદાઓ પર વિચારણાઓ કરવામાં આવશે.