આજે દેશનું 75મું સામાન્ય બજેટ રજૂ થઇ રહ્યું છે. આ અગાઉ 2023 પહેલા 74 સામાન્ય બજેટ, 14 વચગાળાના બજેટ અને ચાર વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે.
નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ રજુ કરવા જઇ રહ્યા છે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. વર્ષ 2024ના લોકસભા ચુંટણી પહેલા આ બજેટ ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. અમૃત કાળનું વિઝન ટેકનોલોજી આધારિત અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા બનાવવાનું છે. આ માટે સરકારી ભંડોળ અને નાણાકીય ક્ષેત્રની મદદ લેવામાં આવશે. આ ‘જનભાગીદારી’ માટે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ જરૂરી છે.
- Advertisement -
Indian economy on the right track, and heading towards a bright future: Finance Minister Nirmala Sitharaman #UnionBudget2023 https://t.co/sXnfHSDRsP
— ANI (@ANI) February 1, 2023
- Advertisement -
નાણામંત્રી નિર્મલા સિતારમણ પોતાના પ્રાથમિક સંબોધનમાં જણાવ્યું કે, આ સમયગાળો ભારત માટે અમૃતકાળનો સમય છે. આધાર, કોવિન લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ, UPIથી વિકાસની ગતિ. મજબૂત નીતિ, જનભાગીદારીથી દેશની સ્થિતિ મજબૂત છે. ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે, અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે.
બજેટની હાઇલાઇટસ :-
– સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારત 5માં ક્રમે
– 47.8 કરોડ જન ધન ખાતા ખુલ્યા
– સ્વચ્છ ભારત મિશનમાં 11.7 કરોડ ઘરોમાં શૌચાલયની સુવિધા
– જમ્મૂ-કાશ્મીર, લદાખ અને પૂર્વોત્તરના રાજ્યો પર વિશેષ ધ્યાન
– કિસાન સન્માન નિધિથી 2.2 કરોડ આપવામાં આવ્યા
– કારીગરો અને શિલ્પકારો માટે પીએમ વિકાસ સહાયતા પેકેજ
– દેશના 80 કરોડ લોકોને મફત અનાજ વિતરણ
- વર્તમાન વર્ષમાં 7 ટકા GDP રહેવાનું અનુમાન, સરકાર સ્વરોજગાર વધારવા માટે ધ્યાન આપી રહી છે, G20માં ભારતની અધ્યક્ષતા ભારતની તાકાતને દર્શાવે છે: નાણામંત્રી સીતારમણ
– બજેટમાં સપ્તર્ષીની જેમ સાત પ્રાથમિકતા
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટના સાત આધારો જણાવ્યા. તેઓ સપ્તર્ષિ કહેવાયા છે. 1. સમાવેશી વૃદ્ધિ, 2. વંચિતોને પ્રાધાન્ય, 3. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, 4. ક્ષમતા વિસ્તરણ, 5. હરિયાળી વૃદ્ધિ, 6. યુવા શક્તિ, 7. નાણાકીય ક્ષેત્ર.
– અમૃત કાળમાં મહિલાઓની
– છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તેવા પ્રયાસો
– કૃષિ માટે ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચરનું થશે નિર્માણ
– PPP ધોરણે કપાસની ખેતીને પ્રાથમિકતા અપાશે
During the COVID pandemic, we ensured that nobody goes to bed hungry with a scheme to supply free foodgrains to over 80 crore persons for 28 months: FM Nirmala Sitharaman presents #UnionBudget2023 pic.twitter.com/n7lNXQZaRA
— ANI (@ANI) February 1, 2023
– 20 લાખ કરોડ સુધી કૃષિ ઋણનું લક્ષ્યાંક વધારવામાં આવશે
– 220 કરોડ કરતા વધારે કોવિડ રસી લગાવવામાં આવી
– પ્રતિ વ્યક્તિ આવક વધીને 1.97 લાખ થઇ
The world has recognized India as a bright star, our growth for current year is estimated at 7.0%, this is the highest among all major economies, in spite of massive global slowdown caused by pandemic and the war: FM Sitharaman pic.twitter.com/QpZbCmj9si
— ANI (@ANI) February 1, 2023
– 157 મેડિકલ કોલેજમાં 140 નર્સિંગ કોલેજ
– યુવાનો અને બાળકો માટે ડિજીટલ લાઇબ્રેરી શરૂ થશે
– મેડિકલ સાધનો બનાવનારા અભ્યાસક્રમો શરૂ થશે
– અધ્યાપકોના પ્રશિક્ષને વેગ આપશે
-2022માં 1.24 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા
– આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે. કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે.
– પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે.
– પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.
– ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે
– માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર થશે
– હવે ભૂગર્ભમાં નહીં ઉતરે સફાઈ કર્મચારીઓ. 2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું સરકારનું અભિયાન છે.
The outlay for PM Awaas Yojana being enhanced by 66% to over Rs 79,000 crores: FM Nirmala Sitharaman pic.twitter.com/xpRDTvYyah
— ANI (@ANI) February 1, 2023
PM આવાસ યોજનાનો ખર્ચ 66% વધારીને 79,000 કરોડથી વધુ કરવામાં આવી રહ્યો છે
6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના શરૂ થશે
કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે
રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત
પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ
કારીગરો માટે પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
આમાં એમએસએમઈનો પણ સમાવેશ થશે જેઓ તેમના ઉત્પાદનોની ગુણવત્તા અને પહોંચને સુધારવા માટે આ પેકેજની મદદ લઈ શકશે. આડી કાર્ડ તરીકે PAN કાર્ડ માન્ય ગણાશે
દેશમાં 50 નવા એરપોર્ટ બનશે
પ્રાદેશિક એર કનેક્ટિવિટી સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ, હેલિપોડ્સ, વોટર એરો ડ્રોન અને અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ્સને પુનર્જીવિત કરવામાં આવશે
ઈ-કોર્ટનો ત્રીજો ફેઝ શરૂ થશે અને તેના માટે 7 હજાર કરોડનું રોકાણ કરાશે
5G માટે દેશમાં 100 લેબોરેટરી શરૂ કરાશે
ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા માટે 75 હજાર કરોડ ખર્ચાશે
આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ માટે 3 નવા સેન્ટર બનશે
MSME માટે પણ નવી યોજનાઓ લાગૂ કરાશે
ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે
કાપડ અને કૃષિ સિવાયના માલ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીનો દર 21% થી ઘટાડીને 13% કરવાનો પ્રસ્તાવ
ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવામાં મદદ કરવામાં આવશે
આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવામાં મદદ કરવામાં આવશે. 10,000 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.
આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવામાં મદદ કરવામાં આવશે. 10,000 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.
10,000 ઇનપુટ રિસોર્સ શરૂ થશે
પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવશે
500 નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ શરૂ થશે
જળવાયુ સંરક્ષણ માટે ગ્રીન ક્રેડિટ એક્ટ
- જંતુનાશક માટે 100 બાયો ઇન્પુટ સેન્ટર બનશે
- વૈકલ્પિક ખાતરો માટે નવા યોજનાઓ
- વ્યવસાય શરૂ કરવા માટે પાન કાર્ડ મુખ્ય આધાર રહેશે
- નગર નિગમ તેમના બોન્ડ લાવી શકશે
- KYCની પ્રક્રિયા સરળ બનાવાશે અને ડિજિલોકરના દસ્તાવેજો માન્ય રહેશે
- લદ્દાખમાં રિન્યૂએબલ એનર્જી માટે 20700 કરોડ ફાળવાશે
“દેખો અપના દેશ” અતંર્ગત પ્રવાસનને પ્રોત્સાહન
સરહદીય વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન
1 લાખ પ્રાચીન આર્કાઇવ્સના ડિજિટાઇઝેશનની જાહેરાત.
નવીનતા અને સંશોધન માટે નવી નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી ઘડવામાં આવશે.
પીએમ કૌશલ યોજના 4.0 લોન્ચ
47 લાખ યુવાનોને 3 વર્ષ સુધી ભથ્થાં મળશ
પ્રદૂષણ ફેલાવનારા વાહનોને હટાવાશે
બેન્કિંગ સેક્ટરમાં બદલાવ માટે વિચારણા ચાલી રહી છે
રોકાણકારોના હિતો પર ભાર અપાશે
ડિજિટલ પેમેન્ટ 70 ટકા વધ્યું
IFSC એક્ટમાં પણ બદલાવ કરવામાં આવશે
વર્ષ 2023-24માં 45 કરોડની જાવકનું અનુમાન
વર્ષ 2023-24માં 27.2 કરોડની આવકનું અનુમાન
વર્ષ 2023-24માં 5.9 નુકસાનનું અનુમાન
RBI એક્ટમાં પણ બદલાવ કરાશે
મહિલા બચત યોજનામાં બે લાખ સુધીના રોકાણની છૂટ
વડીલો માટે બચતની સીમા વધારીને 30 લાખ કરાઈ
રમકડાં, સાઇકલ, ઓટોમોબાઈલ સસ્તાં થશે
ચોક્કસ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી 13 ટકા કરવામાં આવી
I propose to provide relief on Customs Duty on import of certain parts & inputs like camera lens & continue the concessional duty on lithium-ion cells for batteries for another year: FM Nirmala Sitharaman pic.twitter.com/ZOq2u0cP08
— ANI (@ANI) February 1, 2023
કેટલાક ફોન, કેમેરા, લેન્સ સસ્તા થશે
ઇલેક્ટ્રીક વાહનો સસ્તા થશે
દેશી કિચન ચીમની મોંઘી બનશે
વિદેશથી આવેલી ચાંદીમાંથી બનેલી વસ્તુઓ મોંઘી
બેટરી પર આયાત ડ્યૂટી ઘટશે
રાજકોષીય ખોટ GDPના 6.4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય
બ્લેન્ડેડ સીએનજી પર જીએસટી ઘટાડાયો
3 કરોડ સુધીની આવક ધરાવતા લઘુ ઉદ્યોગોને ટેક્સમાં રાહત
ગોલ્ડ, સિલ્વરના સામાન પર કસ્ટમ ડ્યૂટી વધી
રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ કરી રહ્યાં છીએ. ગયા વર્ષે 5 કરોડ રિટર્ન ફાઇલ થયા
રિટર્ન માટે નવું ઇન્કમટેક્સ ફોર્મ આવશે
Personal income-tax | Income tax- rebate extended on income up to Rs 7 lakhs in new tax regime: FM Sitharaman pic.twitter.com/X8rmVH7Gh2
— ANI (@ANI) February 1, 2023
- 75 લાખ કમાવવાળાને પ્રોફેશનલ ટેક્સમાંથી છુટ
#UnionBudget2023 | Personal Income Tax: "The new tax rates are 0 to Rs 3 lakhs – nil, Rs 3 to 6 lakhs – 5%, Rs 6 to 9 Lakhs – 10%, Rs 9 to 12 Lakhs – 15%, Rs 12 to 15 Lakhs – 20% and above 15 Lakhs – 30%, " says Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/9GrUOUaa1W
— ANI (@ANI) February 1, 2023