ચીનના રિટેલ ટાયકૂને કર્મચારીઓના વર્ક-લાઇફ બેલેન્સને સારું બનાવવા નવો કોન્સેપ્ટ રજૂ કર્યો
અનહેપ્પી લીવમાં કર્મચારી 10 દિવસ સુધીની રજા લઇ શકશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
ક્યારેક-ક્યારેક ઓફિસ જવાનું મન ન હોય તો કર્મચારી અચાનક તબિયત બગડવાનું બહાનું કરી લેતા હોય છે પણ ઘણીવાર આ બહાનું કામ નથી કરતું કારણ કે તમારા બોસ તમારા બહાનાને સમજી જાય છે. ઘણીવાર કામનો થાક અને મૂડ ખરાબ હોવા પર પણ જો ઓફિસ જવું પડે તો કામ બગડે છે . પણ તમે વિચારો જો આવી સ્થિતિમાં તમારી કંપની તમને 10 દિવસની વધારાની રજા આપે તો શું થાય? તમે ખુશ થઇ જશોએ નક્કી છે. ચીનમાં તાજેતરમાં જ એક કંપની પોતાના કર્મચારીઓની વર્ક-લાઇફ બેલેન્સ કરવા માટે નવા પ્રકારની રજા શોધી છે, જેના વિશે જાણીને તમે પણ ખુશ થઇ જશો. ચીનના રિટેલ ટાયકૂને પોતાના કર્મચારીઓના વર્ક-લાઇફ બેલેન્સને સારું બનાવવા માટે નવો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. ચીનની રિટેલ કંપનીના માલિક યૂ ડોંગલાઇએ પોતાના કર્મચારીઓને ખુશ રાખવા માટે આ વિશેષ રજાઓ શરૂૂ કરી છે. આ અનહેપ્પી લીવ છે જે સીએલ, પીએલ અથવા મેડિકલ લીવ કરતા એકદમ અલગ છે.
અનહેપ્પી લીવ મુદ્દે યૂ ડોંગલાઇનું કહેવું હતું કે, હું ઇચ્છું છું કે દરેક કર્મચારીને આઝાદી મળે. જીવનમાં બધાની સાથે ક્યારેક ને ક્યારેક આમ થાય છે કે તેઓને ઓફિસ આવવાનો મૂડ નથી હોતો. તેવામાં જો તમે ખુશ ન હો તો તમારે ઓફિસ આવવાની જરૂૂર નથી. તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે મેનેજમેન્ટ કોઇપણ કર્મચારીને રજા લેવાનો ઇન્કાર ન કરી શકે. તેમ કરવું નિયમો વિરુદ્ધ રહેશે.