ભાજપ શાસિત રાજ્યો બેરોજગારીની સમસ્યાનું કેન્દ્ર બની ગયા છે. સામાન્ય નોકરી માટે કતારોમાં ઉભેલા ભારતનું ભવિષ્ય એ અમૃતકાલની વાસ્તવિકતા છે: રાહુલ ગાંધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
- Advertisement -
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે આરોપ લગાવ્યો કે નોકરીની શોધમાં ગુજરાતની એક હોટલમાં યુવાનોની ભીડનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપ શાસિત રાજ્યો બેરોજગારીની સમસ્યાનું કેન્દ્ર બની ગયુ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે, આ વીડિયો ગુજરાતના લોકો સાથે ભાજપ નો લોકો માટે છેતરપિંડી મોડલનો પુરાવો છે. તે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં યુવાનો હોટલમાં નોકરી માટે રાહ જોઈ રહ્યા છે
અને તેમની વચ્ચે ઝપાઝપી ચાલી રહી છે. રાહુલે ‘ડ’ પર પોસ્ટ કર્યું, ભારતમાં બેરોજગારીની બિમારીએ મહામારીનું સ્વરૂપ લઈ લીધું છે. ભાજપ શાસિત રાજ્યો આ રોગનું કેન્દ્ર બની ગયા છે. તેમણે દાવો કર્યો હતો કે સામાન્ય નોકરી માટે કતારોમાં ઉભેલા ભારતનું ભવિષ્ય એ નરેન્દ્ર મોદીના અમૃત કાલની વાસ્તવિકતા છે.ખડગેએ ‘ડ’ પર પોસ્ટ કર્યું આ વીડિયો 22 વર્ષથી ગુજરાતની જનતા પર ભાજપ દ્વારા અનુસરવામાં આવેલા છેતરપિંડી મોડલનો પુરાવો છે. કેન્દ્રની મોદી સરકારે છેલ્લા 10 વર્ષથી જે રીતે યુવાનો પાસેથી નોકરીઓ છીનવી લીધી છે, તેનાથી તેમનું ભવિષ્ય બરબાદ થયું છે.