ઢેબર કોલોનીથી ગોપાલનગર સુધીની ડિઝાઇન: અંડરબ્રીજ બનાવવાના પ્રોજેકટને સરકારના જીયુડીએમ વિભાગે સૈધ્ધાંતિક મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરને ફાટક મુકત બનાવવા અલગ અલગ રેલ ફાટકની જગ્યાએ ઓવરબ્રીજ તથા અંડરબ્રીજ બનાવવાનું મોટુ અભિયાન હાથ પર લીધુ હતું. શહેરના મુખ્ય ફાટક ઉપર કે નીચે હવે બ્રીજ બની ગયા છે. શહેરના મુખ્ય માર્ગો ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા PDM રેલવે ફાટક નીચે 50 કરોડના ખર્ચે 700 મીટર લાંબો અંડરબ્રિજ બનાવવાની યોજનાને સરકારના GUDM (ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન) વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ અંડરબ્રિજ રાજકોટનો સૌથી લાંબો અંડરબ્રિજ બનશે, જે પૂર્વ ઈખ વિજય રૂપાણીના કાર્યકાળમાં શરૂ કરાયેલા ફાટક મુક્ત રાજકોટ અભિયાનને આગળ ધપાવશે. આ અંડરબ્રિજ બનતા હજારો લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગે શહેરની મધ્યમાં આવતા આ રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે.
આ પ્રોજેક્ટ માટે ગત વર્ષે રાજ્ય સરકારે 40 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. તાજેતરમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ આ અંડરબ્રિજ ઝડપથી બનશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે હવે ૠઞઉખ વિભાગની સૈદ્ધાંતિક મંજૂરી બાદ પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ બ્રિજ માટે પ્રારંભિક સર્વે પૂર્ણ થઈ ગયો છે. મનપાએ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવા અને કપાતમાં આવતી મિલકતોનો સરવે કરવા માટે સલાહકારની નિમણૂક કરી હતી. જેણે પોતાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી લીધો છે. રિપોર્ટ મુજબ, અંદાજે 50 કરતા વધારે મિલકતોમાં નાની-મોટી કપાત આવી શકે છે. ખાસ કરીને ઢેબર રોડ પર ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નં. 1 સુધીની મિલકતો કપાત હેઠળ આવી શકે છે. મનપાએ ઢેબર રોડ પરની આ મિલકતોને ’લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ’ (LOP) હેઠળ મૂકી છે, એટલે કે જાહેર હિતમાં મનપા દ્વારા આ મિલકતોના અમુક ભાગની કપાત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ, કપાતમાં આવતી 50થી વધુ મિલકતોને નોટિસ ટૂંક સમયમાં આપવામાં આવશે.



