સ્થાનિકો દ્વારા અંડર બ્રિજ નિર્માણની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
મૂળી તાલુકાના ખાંપળીયા ગામે અંડર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે લાખ્ખો રૂપિયાના ખર્ચે આ અંડર બ્રિજ બનાવવા માટેની કામગીરી અનેક રજૂઆતો બાદ શરૂ કરાઈ છે પરંતુ આ કામગીરીમાં પણ લોટ, પાણી અને લાકડા માફક થતું હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયા છે. જેમાં હાલમાં જ વરસતા વરસાદમાં ખાંપળીયા ગામ નજીક બનતા આ અંડર બ્રીજનું કામ શરૂ કરાયું હતું. એટલું જ નહીં જ્યારે વરસતા વરસાદ બાદ અહીં પાણી ભરાયું હતું તેને દૂર કર્યા વગર જ અંડર બ્રિજ બનાવવાની કામગીરી યથાવત રાખી હતી. જેથી આ બ્રીજની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે સરકારી ગ્રાન્ટનો આ પ્રકારે ફેડફાટ કરી તકલાદી વિકાસ થતા ગ્રામજનો દ્વારા કોન્ટ્રાકટર અને સરપંચની મિલી ભગતથી ભ્રષ્ટાચાર આચરતો હોવાનો આક્ષેપ કરાયો હતો.