વોટ્સએપ કંપનીને દેશમાંથી મળી 495 ફરિયાદો
ફરિયાદી એકાઉન્ટ્સમાંથી 24 ઉપર હાથ ધરવામાં આવી કાર્યવાહી
- Advertisement -
રિપોર્ટમાં સામે આવ્યું એકાઉન્ટ્સમાં થઈ રહી હતી નકારાત્મક પ્રવૃતિઓ
સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવા માટે કેન્દ્રના માહિતી પ્રસારણ વિભાગ દ્વારા નવા આઈ.ટી નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે અન્વયે મેટાની માલિકી વાળી વોટ્સએપ કંપનીએ નવા આઈ.ટી.નિયમોનું પાલન કરીને ભારતમાં 18,58,000 જેટલા ખરાબ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુક્યો છે. વોટ્સએપના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, નવા આઈ.ટી.નિયમો મુજબ કંપનીએ જાન્યુઆરી 2022 માટે 8 માસનો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેમાં જાન્યુઆરી મહિનામાં 18 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુક્યો છે.
- Advertisement -
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, એક મહિનમાં દેશમાંથી 495 ફરિયાદો મળી હતી. એ ફરિયાદોમાંથી 24 પર જાન્યુઆરી માસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દૂરુપયોગ શોધના અભિગમને ધ્યાને લઈને ભારતીય વોટ્સઅપ એકાઉન્ટ્સની સંખ્યા ધ્યાન ખેંચે છે કે વિશાળ સંખ્યામાં લોકો માધ્યમનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ રિપોર્ટમાં એ બાબત પણ સામે આવી હતી કે વપરાશકર્તાઓ પાસેથી નકારાત્મક પ્રવૃતિઓ અને બાબતો જાણવા મળી હતી.
પોતાના ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે કંપનીએ આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ અને અદ્યતન ટેક્નોલોજી, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોનો આ પ્રક્રિયામાં ઉપયોગ કર્યો છે અને રોકાણ કર્યું છે. આ ઉપરાંત અગાઉ પણ ફેસબુક માટેની 13 નીતિઓમાંથી 11.6 મિલિયનથી વધુ અને ઈન્સટાગ્રામ માટે 12 નીતિઓમાંથી 3.2 મિલિયનથી વધુ નકામી સામગ્રી દૂર કરી હતી.


