ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ સમગ્ર રાજ્યમાં આગામી આઠ અઠવાડિયા સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો ઉપરાંત બાગ-બગીચા તેમજ નદી-તળાવ સહિતના સ્થળોએ સ્વચ્છતા હી સેવાના ઉમદા હેતુસર સફાઈ અભિયાન હાથ ધરાઈ છે ત્યારે લોકભાગીદારીથી પરિશ્રમ કરી દેલવાડા રેલવે સ્ટેશનને ચોખ્ખું ચણાક બનાવાયું છે.સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકભાગીદારીથી ઉના તાલુકામાં ઉત્તમ કામગીરી થઈ રહી છે. અને દૈનિક ધોરણે સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે ઉના તાલુકાના દેલવાડા ગામે રેલવે સ્ટેશન અને બસ પીકઅપ પોઇન્ટ ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી અને સ્વચ્છતાનું ઉદાહરણ પૂરું પડાયું હતું.