રાજકોટ – સમાજના દિવ્યાંગ અને જરૂરીયાતમંદ લોકો માટે સંવેદનશીલ રાજય સરકારે અનેકવિધ કલ્યાણકારી યેાજનાઓ અમલી બનાવી છે. આવી જ એક ગરીબી રેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના નેશનલ ડિસેબીલીટી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
રાજકોટ જિલ્લામાં સમાજસુરક્ષા વિભાગ દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ દરમીયાન અત્યાર સુધીમાં કુલ ૮૫૦ લાભાર્થીને કુલ રૂા. ૨૨ લાખ ૧૧ હજારની વધુની નાંણાકીય સહાય લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પુરી પાડી તેમનું સામાજિક પુનઃ સ્થાપન થાય તે હેતુથી અમલમાં મુકવામાં આવેલ આ યોજનાનો લાભ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર ૧૮ થી ૭૯ વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૬૦૦/- સહાય મળવાપાત્ર છે. જેમાં રૂ.૩૦૦/- રાજ્ય સરકાર દ્રારા અને રૂ.૩૦૦ કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવે છે.



