દક્ષિણ–પૂર્વ દિલ્હીના ઓખલા વિસ્તારમાં નિર્માણાધીન ઈમારતનો એક ભાગ ધરાશાયી થતાં બે કામદારોના મોત થયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલો ને તાબડતોબ સારવાર માટે નજીક ની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ–પૂર્વ) રાજેશ દેવે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની યારે ઓખલા ઈન્ડસ્ટ્રીયલ ફેઝ ૨ની સંજય કોલોનીમાં એક ઈમારતના ગ્રાઉન્ડ લોરના બાંધકામ માટે ખોદકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ બનાવ બન્યો હતો.
- Advertisement -
દિલ્હીના ઓખલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં નિર્માણાધીન ઈમારતની એક તરફની દિવાલ ધરાશાયી થવાને કારણે બે મજૂરોના મોત થયા છે. કાટમાળમાંથી છ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સર્વર માટે ખસેડાયા હતા. ગ્રાઉન્ડ લોરના બાંધકામ માટે ૨૦ ફટ સુધીનું ભોંયં ખોદવામાં આવ્યું હતું. આ પછી એક બાજુની દિવાલ ધરાશાયી થઈ ગઈ. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શ કરી છે.