પાણીના સ્ત્રોતોનું રક્ષણ કરીને તંદુરસ્ત દેશના નિર્માણમાં સહયોગ આપીએ – જિલ્લા યુવા અધિકારી સચિન પાલ

રાજકોટ, તા. ૧૪ આક્ટોબર – ચોમાસાની ઋતુ બાદ રાજકોટના આસપાસમાં કુદરતી સોંદર્ય સોળે કળાએ ખીલેલું જોવા મળે છે. આવા પ્રાકૃતિક સોંદર્ય સ્થળોમાં ન્યારી ડેમ અવ્વલ સ્થાને છે. પરંતુ સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનો કચરો તેની આસપાસમાં જોવા મળે છે. ત્યારે ક્લીન ઇન્ડિયા અભિયાન ૨૦૨૧ અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર-રાજકોટ, અભિયાન માત્ર સેવા,રોટરી ક્લબ, રોબીનહુડ આર્મી તથા રાજકોટ રેન્ડોનિયર્સ સાયકલ ક્લબના ૫૦ જેટલા સભ્યોએ એકઠા થઈને કુલ ૪૫૦ કિલો જેટલુ સિંગલ યુઝડ પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું.

- Advertisement -
આ તકે નહેરુ યુવા કેન્દ્ર-રાજકોટના જિલ્લા યુવા અધિકારી સચિન પાલે અપિલ કરતા કહ્યું હતું કે, નદી, ડેમ, સરોવરો તળાવોનો આપણી જીવનધારામાં મહત્વાનું યોગદાન રહ્યું છે. વિશ્વની તમામ સંસ્કૃતીઓનો વિકાસ નદી કિનારે થયો છે. પીવાના પાણીના સ્ત્રોતોનું રક્ષણ કરવું તે આપણી નૈતિક ફરજ છે. પાણીના સ્ત્રોતોનું રક્ષણ કરીને તંદુરસ્ત દેશના નિર્માણમાં સહયોગ આપીએ.

આ અભિયાનમાં અભિયાન માત્ર સેવાના મયુરભાઇ મસંદ, રોટરી ક્લબના પ્રમુખ પરેશભાઈ બાબરીયા, ચેરપર્સન હરસુખભાઈ રાજપરા, રોબીનહુડ આર્મીના અકબરી દર્શકભાઈ તથા રાજકોટ રેન્ડોનિયર્સ સાયકલ ક્લબના પ્રમુખ ધર્મેશ ટાંક સહિત અન્ય વોલન્ટીયર્સ જોડાયા હતા. તેઓએ નિર્ધાર કર્યો હતો કે, પાણીના સ્ત્રોતોનું રક્ષણ કરીને તંદુરસ્ત દેશના નિર્માણમાં સહયોગ આપવા પ્રયત્ન કરીશું. જાહેર જગ્યાએ કચરો ન ફેંકવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા સંકલ્પના કરી હતી.




