ખાસ-ખબર સંવાદદાતા
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના માર્ગદર્શન હેઠળ સને વર્ષ 2024- 25 માટે વંથલી બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવેલ હતી. જેમાં પ્રમુખ પદ માટે એડવોકેટ હિતેશ આર જાદવ, સેક્રેટરી પદ માટે એડવોકેટ મુકુન્દરાય બી શર્મા, ઉપપ્રમુખ પદ માટે એડવોકેટ સચિન જી રૂપારેલીયા, ખજાનચી પદ માટે એડવોકેટ નિતીન ડી મકડિયા ની બિનહરીફ વરણી થયેલ છે.
તેમજ સિનિયર કારોબારી માટે એડવોકેટ ગોરધનભાઈ બી. સાપરા, જતીન પી. પંડ્યા, સલીમભાઈ એ.સમા, નિકુંજ ભાઈ જી. ત્રાંબડીયા, મીતકુમાર વી. ફળદુ, જયંતીલાલ એચ વાણવી તથા પરેશભાઈ ડી ગોહેલની બિનહરીફ વરણી થયેલ છે.સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી અધિકારી તરીકે એડવોકેટ પ્રમોદભાઈ એમ ચાવડા ની નિયુક્તિ કરવામાં આવેલ હતી.