ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકા ખરીદ વેચાણ સંઘમાં કુલ 12 બેઠકો માટે ચૂંટણી યોજાનાર હતી. જેમાં 10 બેઠકો સર્વાનુમતે બિનહરીફ જાહેર થઈ હતી અને બે બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં ખરીદ વેચાણ સંઘમાં ભાજપનો ભવ્ય વિજય થતા આજરોજ મામલતદાર ડી.જે.જાડેજાની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે રમેશભાઈ ડાંગર અને ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ સુવાગિયાની વરણી કરાઈ હતી બંને પદાધિકારીઓને સંઘના સભ્યોએ તથા આગેવાનોએ અને કાર્યકરોએ આવકાર્યા હતા.